મહાઆરતી:જામનગરના બાલા હનુમાન મંદિરમાં મહાઆરતીમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

જામનગરએક મહિનો પહેલા
  • 35 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યા ભાવિક ભક્તો ઉમટ્યા જોવા મળ્યા: ટ્રસ્ટી

વિશ્વ પ્રખ્યાત બાલા હનુમાન મંદિર હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે સાંજે

7:30 વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભકતો ઉમટી પડ્યા હતા. બાલા હનુમાન મંદિરની વાત કરવામાં આવે તો છેલ્લા 58 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે, ત્યારે બાલા હનુમાન મંદિર હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો બાલા હનુમાન મંદિર ખાતે દર્શન કરવા માટે આવ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો.

આરતીમાં વિશિષ્ટ રામધૂન બોલાવી હતી. શ્રીરામ જય રામ જય જય રામની ધૂન સાથે મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો બાલા હનુમાન મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા. આરતી સમયે સમગ્ર મંદિર પરિષદમાં ભાવિક ભકતો ઉમટ્યા હતા અને મંદિરના ગેટ બહાર સુધી પણ ભાવિક ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...