પ્રવેશ પર પ્રતિબંધ:પાત્રતા છતાં બીજો ડોઝ ન લેનારને તળાવની પાળ, સીવીક સેન્ટરમાં પ્રવેશ પર પ્રતિબંધ

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાના કેસ પુન: વધતા મહાનગરપાલિકા દ્વારા રસીકરણ અભિયાન વેગવતું બનાવાયું
  • જામનગરમાં પ્રથમ ડોઝ 4,74,253 અને બીજો ડોઝ 3,00,925 લોકોએ લીધો

જામનગરમાં કોરોનાના કેસમાં પુન: વધારો થતાં મહાનગરપાલિકા દ્વારા રસીકરણ અભિયાન વધુ વેગવતું બનાવ્યું છે. જેના ભાગરૂપે પાત્રતા છતાં બીજો ડોઝ ન લેનારને સ્પોર્ટસ કોમ્પલેકક્ષ, લાખોટા મ્યુઝીયમ, તળાવની પાળ, સીવીક સેન્ટર સહિતના સ્થળો પર પ્રવેશ આપવામાં આવશે નહીં. જામનગરમાં અત્યાર સુધીમાં 4,74,253 લોકોએ પ્રથમ ડોઝ અને 3,00,925 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તમામ લોકોને કોવિડ-19 વેક્સિન મળી રહે તે માટે તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનીટી હોલ, શાળા, સ્લમ વિસ્તારોમાં જઇને વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

શહેરના 18 વર્ષથી વધુ ઉમરના તમામ વ્યકિતઓને 100 ટકા પ્રથમ ડોઝ મળી રહે તેના ભાગરૂપે વેક્સિનનું મહાઅભિયાન પણ હાથ ધરાયું છે. વધુને વધુ લોકો કોરોના રસી લે તે માટે મહાપાલિકા દ્વારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ, લાખોટા મ્યુઝીયમ, રણમલ તળાવ, તમામ સીવીક સેન્ટર, વોર્ડ ઓફીસ, માં કાર્ડ સેન્ટર, આધાર કાર્ડ કેન્દ્ર, શહેરમાં આવેલા જુદા-જુદા ગાર્ડન અને તમામ મહાનગરપાલિકાની બિલ્ડીંગમાં પ્રવેશ પહેલાં કોરોના રસીનું પ્રમાણપત્ર બતાવવાનું ફરજિયાત કરાયું હતું.

છેલ્લાં થોડા દિવસોથી કોરોનાના કેસ આંશિક વધતા મહાપાલિકાએ કોવિડ રસી માટે લાયકાત ધરાવતા 18 વર્ષથી વધુ ઉમરના લોકો કે જેઓએ પ્રથમ ડોઝ લીધો ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોવા છતાં રસીનો ડોઝ ન લીધો હોય તે વ્યકિતઓને પણ ઉપરોકત જગ્યાએ પ્રવેશ આપવામાં આવશે નહીં તેમ મનપાની યાદીમાં જણાવાયું છે. અત્યારસુધીમાં શહેરના નાગરિકોને કોરોના રસીના કુલ 7,75,178 ડોઝ આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...