તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંદકી:જામનગરના ગુલાબનગરનો આ એ સમ્પ છે, જે 40 હજાર ઘરોને પાણી પૂરૂં પાડી રહ્યો છે....

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરના 40 હજાર જેટલા ઘરોને પીવાનું પાણી પૂરું પાડતું ગુલાબનગર સમ્પ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયું છે જેના કારણે આ સમ્પમાં અનેક પ્રકારના કચરાઓ તેમજ ગંદકી ફેલાય છે જે પાઈપલાઈન માટે લોકોના ઘરોમાં પહોંચે છે.

જામનગર શહેરના ગુલાબનગર ઈએસઆર 15 વર્ષ જૂનો પાણીનો ટાંકો છે જેમાં ઈએસઆરની કેપીસીટી 17 લાખ લીટરની છે. જ્યારે સમ્પની કેપીસીટી 45 લાખ લીટરની છે. આ 15 વર્ષ જૂના સમ્પમાં છતનો સ્લેબ ખવાઈ ગયો છે તેમજ તોતિંગ ગાબડાં પડી ગયા છે જેના કારણે ધૂળ, કચરો અને ગંદકી પાણીમાં મિશ્રિત થાય છે જે પાણી ગુલાબનગર સમ્પથી લગભગ 40 હજાર જેટલા ઘરોમાં વિતરણ કરવામાં આવે છે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, નવો સમ્પ બનાવવા માટેની દરખાસ્ત થઈ ગઈ છે જે મંજૂર થયે કામ શરૂ કરી દેવામાં આવશે.

રૂા.1.86 કરોડના ખર્ચનો અંદાજ
સમ્પ બનાવવા માટેની દરખાસ્ત કમિશનરને કરી આપવામાં આવી છે. આ સમ્પ બનાવવા માટે રૂા.1.86 કરોડનો ખર્ચ થવાનો અંદાજો છે. સ્લેબ ઉપરથી ખવાઈ ગયો છે તેમજ ગાબડા પડી ગયા છે. દરખાસ્ત મંજૂર થયે કામ તુરંત શરૂ કરી દેવામાં આવશે.> પી.સી. બોખાણી, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, જામ્યુકો.

અન્ય સમાચારો પણ છે...