આવેદન:આ જામનગર ‘શહેર’ છે ! ગટરના પાણી એવા ભરાઇ જાય છે કે, સોસાયટીમાં જવા માટે સિમેન્ટની થેલીઓ પરથી પસાર થવું પડે છે

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંદા પાણીના લીધે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ

જામનગરની મહાલક્ષ્મી પાર્ક સોસાયટીમાં ગટરના પાણી ભરાતા રહેવાસીઓને સિમેન્ટ થેલી પરથી પસાર થવું પડી રહ્યું છે. ગંદાપાણીના કારણે સોસાયટીમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઇ રહી છે. આ સમસ્યા અંગે નગરસેવકો, અધિકારીઓને રજૂઆત કરવા છતાં ન ઉકેલાતા રહેવાસીઓએ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

શહેરનામહાલક્ષ્મી પાર્ક સોસાયટીના રહેવાસીઓએ કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, વર્ષ-2012 સુધી આ સોસાયટી જાડાની હદમાં આવતી હતી. વર્ષ-2013માં મનપાની હદ વધતા સોસાયટીનો તેમાં સમાવેશ થયો છે. પરંતુ હજુ સુધી સોસાયટીમાં ભૂગર્ભ ગટરની કોઇ વ્યવસ્થા નથી. આ બાબતે વોર્ડના નગરસેવકો, અધિકારી અને પદાધિકારીઓને રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.

દર વર્ષે સોસાયટીમાં ચોમાસા દરમ્યાન સરદાર નગર, માધવબાગ, ખાખીનગર, સમર્પણ પાર્કના ગટરના ગંદા પાણી આવે છે. જેથી સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. આથી જો આ સમસ્યા તાકીદે નહીં ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...