પેટા ચૂંટણી:જામનગર સિક્કા નગરપાલિકાના પ્રમુખ સહિત કોંગ્રેસના 13 સભ્યો ટિકિટ ફાળવણી બાબતે નારાજ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિક્કા નગરપાલિકામાં ગમે ત્યારે સત્તા પરિવર્તન થઈ શકે છે તેવા સંજોગો
  • કોંગ્રેસમાંથી માંગણી કરનાર મહિલા ઉમેદવારે એનસીપીમાંથી ઉમેદવારી પત્ર નોંધાવ્યું

રાજ્ય સહિત જામનગરમાં પણ સિક્કા નગરપાલિકાની પેટા ચૂંટણી થઈ જવા રહી છે. વોર્ડ નંબર 4માં સિક્કા નગરપાલિકાની ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી યોજાવાની છે. નગર પાલિકાની આ પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થવાનો છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે રસાકસીનો ખેલ જામશે.

સિક્કા નગરપાલિકાની પેટા ચૂંટણીની વાત કરીએ તો વોર્ડ નંબર 4ની ખાલી પડેલી મહિલા અનામતની પેટા ચૂંટણી યોજાવાની છે. જ્યારે વોર્ડ નંબર 4ની બેઠક ભાજપ પાસે હતી, અત્યારે હાલ કોંગ્રેસના 13 સભ્યો નગરપાલિકામાં ચૂંટાયેલા છે અને હાલ કોંગ્રસની સિક્કા નગરપાલિકા સત્તા ઉપર બિરાજમાન છે.

સિક્કા નગર પાલિકાની પેટાચૂંટણીમાં વોર્ડ નંબર 4ની ટિકિટ ફાળવણીમાં કોંગ્રેસના 13 સભ્યો નારાજ છે એવું ચોક્કસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જ્યારે બીજી તરફ સિક્કા નગરપાલિકામાં આગામી દિવસોમાં સત્તા પરિવર્તન થઈ શકે છે તેવા ચોક્કસ એંધાણ દેખાઈ રહ્યા છે. જ્યારે શિકાર નગરપાલિકાના પ્રમુખ સહિત કોંગ્રેસના 13 સભ્યો નારાજ છે.

કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણીની ટિકિટની માગણી તેમજ 13 સભ્યો એકી સાથે માગણી કરી હતી. તે ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્ર એનસીપીમાંથી નોંધાવ્યું છે. જ્યારે સિક્કા નગર પાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 4માં ત્રિપાંખિયો જંગ થવાનો છે તેમાં ભાજપના સમીના મેહબૂબ ભજીયા, કોંગ્રેસના હાફિઝા જુનસ સંઘાર તેમજ એનસીપીના નૂરજહાં અકબર હિન્દડા છે.

સિક્કા નગર પાલિકાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના 13 સભ્યો નારાજ છે, ત્યારે ગમે તે સમયે સત્તા પરિવર્તન થઈ શકે છે તેવા સંકેતો સિક્કા નગરપાલિકાના નારાજ પ્રમુખ દ્વારા સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...