શિક્ષણ:ITIમાં પ્રવેશનો ત્રીજો રાઉન્ડ પૂર્ણ, હજુ 716 બેઠક ખાલી, બેઠકો ન ભરાતા પ્રવેશનો ચોથો રાઉન્ડ શરૂ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્સ પ્રત્યેની જાગૃતિનો અભાવ કારણભૂત

જામનગર શહેર-જિલ્લાની આઈટીઆઈમાં ત્રીજા રાઉન્ડના અંતે 716 બેઠક ખાલી રહી છે. વિદ્યાર્થીઓમાં સુઈંગ ટેક્નોલોજી, કોસ્મેટોલોજી, મેકેનિકડીઝલ સહિતના કોર્સ પ્રત્યે જાગૃતિનો અભાવ તથા પસંદગીનો ટ્રેન્ડ ન મળતા આ સ્થિતિ પ્રર્વતી રહી હોવાનું આઇટીઆઇના અધિકારીઓએ જણાવ્યું છે. આથી ખાલી રહેલી બેઠકો પર ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રકિયાનો પ્રારંભ થયો છે. જામનગર શહેર-જિલ્લાની આઈટીઆઈમાં વિવિધ કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે.

જેમાં ત્રીજા રાઉન્ડમાં અંતે ચોક્કસ કોર્સ પ્રત્યે જાગૃતિનો અભાવ તથા પસંદગીનો ટ્રેન્ડ ન મળતા જામનગર આઇટીઆઇમાં 70, કાલાવડમાં 69, ધ્રોલમાં 193, જોડીયામાં 114, ગુલાબનગરમાં 89, લાલપુરમાં 72, જામજોધપુર આઇટીઆઇમાં 114 બેઠકો ખાલી રહી છે. આથી ખાલી બેઠકો પર ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રકિયાનો પ્રારંભ થયો છે. જેમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તા.26 ઓકટોબર છે. આ બેઠકની મેરીટ યાદી તા.27 ઓકટોબરના પ્રસિધ્ધ થશે.

અન્ય સમાચારો પણ છે...