તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરફ્યુ ની શક્યતા:આ વિસ્તારો કોરોના હોટસ્પોટ બનશે: આવા જ દૃશ્યો રહેશે તો જામનગરમાં પણ કરફ્યુ આવશે

જામનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
બર્ધન ચોક

જામનગર સહીત રાજયભરમાં કોરોનાને ભૂલી લોકોએ દિવાળીના તહેવારોની મન ભરીને મોજ માણી હતી. જેની વિપરિત અસર દિવાળીના તહેવારો બાદ સ્પષ્ટ પણે દેખાઇ છે. જામનગરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. આથી સફાળા જાગેલા વહીવટીતંત્ર દ્વારા ટેસ્ટ, સર્વેલન્સ સહીતની આરોગ્યલક્ષી અને નિયમોના ભંગ સબબ દંડનીય કામગીરી પુન: શરૂ કરાઇ છે.

ગુજરી બજાર
ગુજરી બજાર

હજુ પણ લોકો કોરોનાને હળવાશથી લઇ સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક પહેરવું, હાથ સેનેટાઇઝ કરવા, બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા ને બદલે આ તકેદારી પ્રત્યે બેદરકારી દાખવામાં આવી રહી છે.શહેરમાં દિવાળની તહેવાર બાદ કોરોનાના કેસ વધ્યા છે છતાં વહીવટીતંત્રની નિયમોની અમલવારીમાં ઢીલાશ અને શહેરીજનોની લાપરવાહીના કારણે શહેરના અમુક વિસ્તારો કોરોનાના હોટસ્પોટ બનશે તેમાં બેમત નથી.

સુભાષ શાક માર્કેટ
સુભાષ શાક માર્કેટ

કારણ કે, શનિવારે શહેરના ગાંધીનગર પાસે બ્રુક બોન્ડ ગ્રાઉન્ડમાં ભરાયેલી ગુજરી બજારમાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડતા મનપાની એસ્ટેટ શાખાને બંધ કરાવાની ફરજ પડી હતી. જયારે શહેરના બર્ધનચોક વિસ્તાર, સુભાષ શાકમાર્કેટ રોડ અને સેન્ટઆન્સ શાળા સામે નાસ્તાની લારીઓ પર માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ જાળવ્યા વગર લોકોની ભીડના કારણે આ વિસ્તારો કોરોનાના હોટસ્પોટ બને તો નવાઇ નહીં.

સેન્ટઆન્સ સ્કુલ સામે
સેન્ટઆન્સ સ્કુલ સામે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો