અછત:જામનગરના સિક્કા ખાતે આવેલું થર્મલ પાવર સ્ટેશન કોલસાની તંગીના કારણે છેલ્લા એક મહિનાથી બંધ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થર્મલ પાવર પ્લાન્ટ માટે કોલસા પૂરો પાડી શકે તે માટે નવી એજન્સી ફાઇનલ કરવા ટેન્ડર પ્રક્રિયા શરૂ
  • એક મહિનાથી બંધ પ્લાન્ટના 325 કર્મચારીઓને મેઇન્ટેનન્સ કામગીરીમાં લગાવાયા

જામનગરના સિક્કા ખાતે આવેલું થર્મલ પાવર નવી સ્ટેશન કોલસાની અછતને કારણે છેલ્લા એક મહિનાથી બંધ છે. આજ સુધી આ થર્મલ પ્લાન્ટને કોલસા નહી મળતા થર્મલ ક્યારે ચાલુ થશે તે નક્કી નથી. ત્યારે દૈનિક 9000 મેગા વોલ્ટ વીજળીની ઉત્પાદન ક્ષમતા ધરાવતા આ થર્મલ પાવર સ્ટેશનને કોલસાની અછતના કારણે દિવાળી સુધી બંધ રાખવું પડે તેવી વિગતો જાણવા મળી છે. સૌરાષ્ટ્રની દૈનિક વીજળીની જરૂરીયાત સામે સિક્કામાં આવેલા બે પ્લાન્ટ જો ચાલુ રહે તો પણ વીજપુરવઠો પુરવા પ્રમાણમાં મળી શકે તેમ છે. પરંતુ સિક્કા ખાતે થર્મલ પાવર પ્લાન્ટના બન્ને યુનિટ અત્યારે બંધ હાલતમાં છે.

સુત્રએ જણાવ્યું હતું કે, તારીખ1 8 ઓકટોબરથી વિદેશી કોલસા ના મળતા બંન્ને પાવર પ્લાન્ટ બંધ થયા છે. જેના કારણે બંન્ને પ્લાન્ટમાં કામ કરતા અંદાજે 350 જેટલા કર્મચારીઓને મેઇન્ટેનન્સના કામમાં લગાડી દેવામાં આવ્યાં છે. જે એજન્સીને કોલસા પુરા પાડવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો તે એજન્સી તમામ પાવર પ્લાન્ટને કોલાસા પૂરા પાડવામાં નિષ્ફળ જતા તેનું ટેન્ડર કરીને નવી એજન્સી નક્કી કરવા માટે ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ત્યારબાદ ટેન્ડર ફાઈનલ થશે. આ ટેન્ડર ફાઈનલ થયા બાદ તેને આંતરરાષ્ટ્રીય કોલસાની તંગી નડશે કે કેમ તે સવાલ છે. આ સંજોગોમાં દિવાળી સુધી અહિંના પાવર પ્લાન્ટ ચાલુ થાય તેવી કોઈ સંભાવના નથી. દિવાળીના દિવસો નજીક આવી રહ્યાં છે. ત્યારે તહેવારો ન બગડે તેની તકેદારી રાખીને તમામ કામદારોને બોનસ-પગાર નિયમ પ્રમાણે ચુકવી દેવામાં આવ્યો હતો, પરંતુ વીજળી ઉત્પન્ન કરનારા થર્મલ પાવર પ્લાન્ટ ચાલુ થાય તેવી કોઈ સંભાવના નથી.

અન્ય સમાચારો પણ છે...