તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૂડ ન્યૂઝ:જામનગરમાં મંગળવારે કોરોનાના 799 ટેસ્ટ થયા, માત્ર 6 પોઝિટિવ કેસ

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેર-જિલ્લામાં કોરોનાના કેસો 1 ટકાથી પણ ઓછી સંખ્યામાં !
 • હાલારમાંથી મહામારી ઉચાળા ભરવા માંડી : ઉત્તરોત્તર ઘટાડાથી હાશકારો

જામનગર શહેર-જિલ્લામાંથી કોરોના ધીરે-ધીરે ઉચાળા ભરી રહ્યો હોવાનું આંકડા પરથી ફલિત થઈ રહ્યું છે. દરરોજ સરેરાશ જિલ્લામાં 799 કોરોના ટેસ્ટ સામે હવે ફક્ત 6 કેસ જ સામે આવ્યા છે જે એક ટકા કરતા પણ ઓછું છે જે જામનગર માટે સારા સમાચાર છે.જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે.

તંત્ર દ્વારા હાલ શહેર-જિલ્લામાં દરરોજ 800 જેટલા કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે જેની સામે ફક્ત 6 કેસ જ પોઝિટિવ મળ્યા છે એટલે કે, કોરોનાની ટકાવારી જિલ્લામાં એક ટકાથી પણ ઓછી થઈ ગઈ છે. મંગળવારે તંત્ર દ્વારા કરવામાં આવેલા શહેરના 357 કેસો સામે ફક્ત 4 કેસ મળ્યા હતા. જ્યારે કોવિડ હોસ્પિટલમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

જ્યારે જિલ્લામાં 442 કોરોના ટેસ્ટની સામે ફક્ત 2 પોઝિટિવ મળી આવ્યા હતા. મંગળવારે શહેર અને જિલ્લામાંથી એક વ્યક્તિને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યો હતો. આમ, છેલ્લા ઘણા દિવસથી કોરોનાના ઉત્તરોત્તર ઘટાડાથી તંત્ર અને લોકોમાં રાહતની લાગણી પ્રસરી ગઈ છે.

અત્યાર સુધીના કુલ ટેસ્ટ
જામનગર શહેર - 2,11,289
જામનગર ગ્રામ્ય - 1,69,318
કુલ ટેસ્ટ કરાયા - 3,80,607

મંગળવારે થયેલા ટેસ્ટની સંખ્યા
જામનગર શહેર - 357
જામનગર ગ્રામ્ય - 442
કોરોનાના કુલ ટેસ્ટ - 799

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો