બેદરકારી:સોશિયલ ડિસ્ટન્સ ભંગના 45 કેસ, માસ્ક અંગેના 27 કેસ કરાયા

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર મનપાના દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની ગાઇડલાઇનનું પાલન કરાવવા કવાયત હાથ ધરાઇ છે. જુદી-જુદી 6 ટુકડીઓને કામે લગાડવામાં આવી છે. જેઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ ભંગ અંગે ના કેસ કરવામાં આવી રહ્યા છે, સાથોસાથ માસ્ક અંગે પણ દંડકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. નવા વર્ષના પ્રારંભથી ચાર તારીખ સુધીના સમયગાળા દરમિયાન કુલ 72 કેસ કર્યા છે અને 47,200 ના દંડની વસૂલાત કરાઇ છે.

જામનગર શહેરમાં કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જતું હોવાથી મનપાની જુદી-જુદી ટુકડીઓને શહેરના અલગ અલગ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ નુ પાલન કરાવવા માટે દોડતી કરાવવામાં આવી છે. જેમાં 5 દિવસના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરનારા વધુ 45 લોકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે, અને તેઓ પાસેથી રૂપિયા 20,200 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

તે જ રીતે માસ્ક પહેર્યા વિના નીકળનારા નાગરિકો સામે પણ દંડકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે મંગળવારે વધુ 27 નાગરિકો પાસેથી રૂા.27,000નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. પાંચ દિવસ દરમિયાન મહાનગરપાલિકા ની ટીમ દ્વારા કુલ 72 કેસ કરવામાં આવ્યા છે, અને કુલ 47,200 રૂપિયાના દંડની વસૂલાત કરી લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...