રસી વડે રક્ષિત:વેક્સિન લીધા પહેલા ડર લાગતો હતો, લીધા પછી હળવાશ લાગે છે : વિદ્યાર્થીઓ

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજયની સાથે જામનગર શહેરમાં પણ સોમવારથી 15 થી 18 વર્ષના બાળકોને શાળા-કોલેજોમાં કોરોના પ્રતિરોધક રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રથમ દિવસે 22 શાળાઓમાં 6100 ની સામે 6000 બાળકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી. આ માટે મહાનગરપાલિકાની 22 ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

જામનગર શહેરમાં પ્રથમ દિવસે શાળાઓમાં 15 થી 18 વર્ષના બાળકો ઉત્સાહપૂર્વક રસી લઇ કહ્યું હતું કે, વેક્સિનેશનને કારણે મહામારીથી બચી શકાશે આથી રસી લેવી જરૂરી છે. વળી, કોરોના રસીના કારણે કોઇ આડઅસર ન હોય ભય ન રાખવા અને અન્ય બાળકોને રસી લેવા અનુરોધ કર્યો છે. રસી લેનાર બાળકો પૈકી અમુક બાળકોએ રસી લીધા પહેલા ડર લાગતો હતો પરંતુ રસી લીધા બાદ કંઇ ન થતાં ભય જતો રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું.

વેક્સિનથી કોરોનાથી બચી શકાશે
કોરોનાની રસી લીધા પહેલા ડર લાગતો હતો. પરંતુ વેક્સિન લીધા બાદ સારૂં લાગે છે. મહામારીથી બચીવા માટે વેકિસન જરૂરી છે, બધાએ લેવી જોઇએ. > કાજલ સોનગરા, સજુબા સ્કૂલ.

મૃત્યુ અટકે તે માટે રસીકરણ જરૂરી
કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં રસી ન લવાને કારણે મૃત્યુદર ઉંચો હતો. કોરોનાથી મૃત્યુ અટકે તે માટે રસીકરણ જરૂરી છે. રસી લીધા બાદ કંઇ થતું નથી. > કટેશિયા ધારા, સજુબા સ્કૂલ.

બીક વિના જ રસી લેવી જોઇએ
રસી લીધા પહેલા ડર લાગતો હતો. પરંતુ લીધા બાદ ભય જતો રહ્યો હતો. કોરોનાથી બચવા વેક્સિન જરૂરી છે. છાત્રોએ કોઇ પણ ભય રાખવાનું કારણ નથી. > પૂજા રંગાણી, ગુ.સા.મહેતા સ્કૂલ.

રસી લીધા બાદ કોઇ આડઅસર નહીં
કોરોનાની રસી લીધા બાદ ડર લાગતો નથી. આટલું જ નહીં કોરોના પ્રતિરોધક રસી લીધા બાદ કોઇ આડઅસર નથી. બાકી બાળકોએ પણ રસી લેવી જોઇએ.> હીરલ ઠક્કર, ગુ.સા.મહેતા સ્કૂલ.

કોરોના રસી લેવામાં ભય રાખો નહીં
કોરોનાથી બચવા રસી લેવી જરૂરી છે. આથી મે કોઇપણ પ્રકારના ભય વગર રસી લીધી છે. બાળકોએ ભય વગર કોરોના રસી લેવી જોઇએ.> પૂજા મોદી, મોદી સ્કૂલ, જામનગર.

કોરોના રસી હાનિકારક નથી
કોરોનાથી મૃત્યુનું પ્રમાણ વધ્યું હતું, આથી વેક્સિન જરૂરી છે, તે હાનિકારક પણ નથી. આથી 15 થી 18 વર્ષના તમામ બાળકોએ ભય વગર રસી લેવી જોઇએ. > ધ્રુવરાજ ગઢવી, મોદી સ્કૂલ, જામનગર.

રસી બાદ ઓફલાઇન અભ્યાસ સરળ બનશે
કોરોના પ્રતિરોધક રસીકરણ બાદ ઓનલાઇન અભ્યાસને બદલે ઓફલાઇન અભ્યાસ માટે શાળાએ આવી શકશું. બાળકોએ વિનાસંકોચે રસી લેવી જોઇએ.> શ્રેયા બારાઇ, સત્યસાંઇ સ્કૂલ, જામનગર.

વેક્સિન લીધા પછી વધુ સારૂ લાગે છે
કોરોના રસી લીધા પહેલાં કંઇ આડઅસર થશે તેવો ભય લાગતો હતો. પરંતુ રસી લીધા પછી વધુ સારૂં લાગે છે. વળી કોઇ આડઅસર થઇ નથી. > જય ખંભાતિયા, સત્યસાંઇ સ્કૂલ.

અન્ય સમાચારો પણ છે...