કુછ ખટ્ટામીઠા હો જાયે:જામનગરના બજારોમાં મળે છે 151 પ્રકારની વેરાયટીનો મુખવાસ, ભાવવધારો હોવા છતાં લોકો મુખવાસની ખરીદી કરતા જોવા મળ્યા

જામનગરએક મહિનો પહેલા
  • જામનગરી, ચેરી ડ્રાયફ્રુટ, બટર સ્કોચ, પાઈનેપલ, રોસ્ટેડ એલસી, સ્વીટ આમલા અને 500 વોલ્ટ લોકોની મુખ્ય પસંદ
  • આ વર્ષે છુટછાટ મળતાં મુખવાસની ખરીદીમાં તેજી આવી

પ્રકાશનું પર્વ દિવાળી શરૂ થઈ ગયું છે, ત્યારે જામનગરમાં ખરીદીનો માહોલ બરાબર જામ્યો છે. એની સાથે સાથે જામનગરના પ્રખ્યાત મુખવાસની પણ બજારમાં માંગ વધવા પામી છે.

આવા સમયે જામનગરના બજારમાં વિવિધ વેરાઈટીના મુખવાસ વેચાણ અર્થે મુકવામાં આવ્યા છે. જો કે મુખવાસના ભાવમાં સામાન્ય ભાવવધારો નોંધાયો હોવા છતાં ચાલુ વર્ષે સારી ઘરાકી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે. નવા વર્ષના દિવસે લોકો એકબીજાના ઘરે જઈ શુભેચ્છા પાઠવતા હોય છે. સાથે સાથે વર્ષ દરમિયાન થયેલી ભૂલો અંગે ચર્ચા કરી એકબીજાની માફી માંગી નૂતન વર્ષના આગમનને વધાવતા હોય છે. આ દરમિયાન ઘરે આવેલા મહેમાનોને નાસ્તો તેમજ મિઠાઈ આપી મોં મીઠું કરાવવામાં આવતુ હોય છે અને બાદમાં મુખવાસ આપવામાં આવતો હોય છે. જેને પગલે હાલ બજારમાં મુખવાસની ખરીદીમાં તેજી આવી છે.

ગયા બે વર્ષથી કોરોના મહામારીને લઈને પર્વની ઉજવણી ફીક્કી પડી હતી, જ્યારે આ વર્ષે છુટછાટ મળતાં દિવાળી પર્વની ઉજવણીનો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને પગલે બજારમાં મુખવાસની ખરીદીમાં તેજી આવી છે. સાથે સાથે મુખવાસની ખરીદીમાં લોકો વ્યસ્ત બન્યા છે. ચાલુ વર્ષે મુખવાસની વેરાઈટીમાં સામાન્ય ભાવવધારો નોંધાયો હોવા છતાં લોકો મુખવાસની ખરીદી કરતા જોવા મળ્યા હતા.

જામનગરનો પ્રખ્યાત મુખવાસ અલગ-અલગ રાજ્યો-દેશ સહિત વિદેશોમાં પણ વહેંચાય છે.

જ્યારે જામનગરના બજારોમાં 151થી વધુ મુખવાસની વેરાઈટી જોવા મળી રહી છે, ત્યારે લોકોમાં પણ મુખવાસ લેવાનો ઉત્સાહ જોવા મળ્યો છે. મુખ્ય મુખવાસની વેરાયટીમાં લોકોની પસંદગી જામનગરી મુખવાસ, ચેરી ડ્રાયફ્રુટ, બટર સ્કોચ, પાઈનેપલ, રોસ્ટેડ એલસી, સ્વીટ આમલા, મસાલા ગોટલી, મસાલા આદુ, મસાલા મેથી અને 500 વોલ્ટ છે. ત્યારે મુખવાસના વેપારીઓમાં પણ મુખવાસની ખરીદીમાં તેજી આવવાના લીધે ખુશી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...