ધરપકડ:જામનગરમાં કારખાના સહિત 2 સ્થળે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • સ્થાનિક ગુનાશોધક શાખાએ 2ને દબોચ્યા : 3 લાખની મત્તાની ચોરી કરી’તી
  • પોલીસે બન્નેના કબજામાંથી રૂા. 80 હજાર કબજે કરી રિમાન્ડ પર લેવા તજવીજ

જામનગરના કારખાના સહિત બે સ્થળોએ ચોરી આચરનાર શખ્સને સિટી સી ડિવિઝન પોલીસે પકડી પાડ્યો છે. રૂા.3 લાખની રોકડ રકમ કબ્જે કરવા માટે પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. જામનગરમાં શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા કારખાના સહિત બે સ્થળોએ છેલ્લા 5 દિવસના ગાળા દરમિયાન રૂા.1.45 અને 1.60 લાખની ચોરી થવા પામી હતી. પોલીસે કારખાનામાં થયેલી ચોરીના સીસીટીવી ફૂટેજ મેળવી તેમાં દેખાતા આરોપી સુધી પહોંચવા પ્રયાસ કર્યા હતાં. જેમાં આ શખસ ગોકુલનગર વિસ્તારમાં પાણાખાણમાં રહેતો શખસ હોવાની ઓળખ સામે આવતા પોલીસે તેને પકડી પાડી તેની પાસેથી ચોરી કરેલા 80 હજાર કબજે કરી રિમાન્ડ પર લેવા તજવીજ શરૂ કરી છે.

જામનગર શહેરના શંકરટેકરીના કારખાનામાં થયેલી રૂા.1.46 લાખની ચોરી તેમજ અન્ય એક ચોરીમાં એલસીબીને બાતમી મળી હતી કે, મૂળ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના પીપલિયા ગામે રહેતા અને હાલ ગોકુલનગરમાં રહેતા લખમણ માંડણભાઈ અસ્વાર નામનો શખસ ચોરીમાં સંડોવાયેલો હોવાની બાતમી મળતા અને તે નાસી છૂટવાની પેરવી કરતો હોવાની હકીકત પરથી પોલીસે તેને ઝડપી લઈ તેની પાસેથી પોલીસે બંને ચોરીમાં ગયેલા રૂા.21,800 અને રૂા.58,400 કબજે કરી બંને ચોરીનો ભેદ ઉકેલી નાખી તેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...