કાર્યવાહી:રીનારી ગામના ટેલીફોન એકસચેંજની ચોરીનો ભેદ ઉકેલાયો, 2 ઝડપાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાલાવડ પંથકમાં ચકચાર મચાવનારી ઘટના, વધુ તપાસ હાથ ધરાઇ

કાલાવડના રીનારી ગામે બીએસએનએલ ટેલીફોન એકસચેંજમાં રૂા.46 હજારના બેટરીના 23 સેલની થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાંખી બે આરોપીને દબોચી લીધા છે.

આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે કાલાવડ ગ્રામ્ય પોલીસના એએસઆઈ એસ.આર. ચાવડા તથા અલ્તાફભાઇ સમાને બાતમી મળી હતી. જેના આધારે રીનારી ગામે આવેલ બીએસએનએલ ટેલીફોન એકસચેંજની મેઇન ઓફીસના દરવાજા કોઇ પણ હીથયાર વડે તાળુ તોડી નાખી બીએસએનએલ કંપનીની ઓફિસમાં ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કરી ઓફીસની અંદર રહેલ બેટરી રૂમમાંથી એકસાઇડ કંપનીની 600 એમ્પીયરની વર્લા બેટરીના ર3 સેલ (નંગ) જે એક સેલ (નંગ)ની અંદાજીત કિ. રૂા.2 હજાર લેખે ર3 સેલ (નંગ)ની અંદાજીત કિં. 46000ની ચોરી કરેલ અજાણ્યા ઇસમો એક બજાજ મેકસીમાં જામનગરથી કાલાવડ તરફ જવાના હોય.

જે હકીકતને આધારે વરૂડી માતાના પાટીયા પાસે રોડ ઉપર વોચ તપાસમાં રહી બજાજ મેકસીમા ગાડી નંબર જીજે 10 ટી 7835 વાળી ગાડી આવતા તુરંત જ તેને રોકી આ કામેના આરોપીઓ અક્ષય રાજુભાઇ જેરામભાઇ, અજુૃન રૂપેશભાઇ જેરામભાઇ પરમારને પકડી પાડી આરોપીઓની પુછપરછ કરતા બંને આરોપીઓ સહ આરોપી પંકજ ઉર્ફે પકો સાથે મળી આ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા બંને આરોપીઓ વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

આ બનાવમાં ઉપયોગમાં લીધેલ બજાજ મેકસીમા ગાડી નંબર જીજે 10 ટી 783પ કિ. રૂા.1,00,000 ગણી કબ્જે કરવામાં આવેલ છે તથા આ ગુનાના કામે મુખ્ય સહ આરોપી પંકજ ઉર્ફે પકોને પકડી પાડવા માટે કાલાવડ પોલીસે ચક્રો ગતિમાન કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...