તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:વીજરખીમાં હોટેલ સંચાલકના રહેણાક મકાનમાંથી રૂપિયા 78,000ની ચોરી

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • પોલીસે કલાકોમાં અલિયાબાડાના પાટિયા પાસેથી ચોરાઉ મુદ્દામાલ સાથે શખ્સને પકડી પાડ્યો

જામનગરના વિજરખી ગામે હોટલ સંચાલકના બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરે કબાટમાંથી રોકડ અને સોનાના દાગીના વગેરે સહીત રૂ.78 હજારની માલમતા ચોરી કરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં અલિયાબાડાના પાટિયા પાસેથી ચોરાઉ મુદ્દામાલ સાથે શખસને પકડી પાડયો હતો.

જામનગર-કાલાવડ ઘોરીમાર્ગ પર આવેલા વિજરખી ગામે રહેતા અને હોટલ સંચાલક તરીકે વ્યવસાય કરતા કિશોરસિંહ ભગવતસિંહ ઝાલાના બંધ રહેણાંક મકાનમાં ગત તા.26ના રાત્રે નવ વાગ્યાથી તા.27ના સવારે ચાર વાગ્યા દરમિયાન કોઇ તસ્કર અંદર ધુસ્યા હતા અને રૂમમાં રાખેલા કબાટમાંથી જુદા જુદા દરની ચલણી નોટો,સિકકા સહિત રૂ.1900ની રોકડ રકમ ઉપરાંત સોનાનો હાર,મંગલસુત્ર,ચાંદીના સાંકળા અને સિકકા વગેરે મળી રૂ.78,285ની માલમતા ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.

હોટલ સંચાલક સવારે ઘરે પરત આવતા ચોરીના બનાવની જાણ થતા તુરંત પંચ એ પોલીસને વાકેફ કરાઇ હતી જેથી પીએસઆઇ બી.એસ.વાળા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ઘરધણીની ફરીયાદ પરથી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે ગણતરીની કલાકોમાં અલિયાબાડાના પાટિયા પાસેથી કનુભા ભીખુભા કેર (રે. વિજરખી, ધંધો રીક્ષા ડ્રાઈવીંગ) નામના શખસને ચોરાઉ મુદ્દામાલ સાથે પકડી પાડી કોરોના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી તપાસ આગળ ધપાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો