તસ્કરી:ગ્રેઈન માર્કેટમાં કરિયાણાની દુકાનમાંથી 70 હજારની ચોરી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાશવારે થતી માર્કેટમાં ચોરીથી વેપારીઓમાં ભારે રોષ ભભૂક્યો

જામનગરમાં રાત્રીના ચાલુ વરસાદ વચ્ચે ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલ શિવ અનાજ ભંડારમાં ત્રાટકેલા તસ્કરોએ રૂા.70 હજાર રોકડા અને બે ડીવીઆરની ચોરી કરતા પોલીસકાફલો ઘટના સ્થળે દોડી હતો. આસપાસના સીસીટીવીના ફુટેઝના આધારે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.ગ્રેઇન માર્કેટ વિસ્તારમા જે.પી.બેન્ક સામે શિવ અનાજ ભંડાર નામની દુકાનમાં તસ્કરો ત્રાટકેલ હતા. દુકાનમાં રહેલા રૂા.70 હજાર રોકડા તેમજ સીસીટીવીનું ડીવીઆર નગ બે ચોરી કરી ગયા હતા.

આ ચોરીના બનાવ અંગે સીટી એ પોલીસ ડિવિઝનમાં જાણ કરતા પોલીસ અધિકારીનો કાફલો દોડી ગયો હતો. ચોરીનો ભેદ ઉકેલવા આસપાસની દુકાનો સી સી ટી વી ફુટેઝના આધારે તપાસ હાથ ધરી છે. છાશવારે બનતા ગ્રેઈન માર્કેટમાં ચોરીના આ બનાવથી વેપારીઓમાં ભારે રોષ છે અને આ વિસ્તારમાં પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...