તસ્કરી:કાલાવડમાં 3 દિવસ બંધ રહેલા મકાનમાંથી રૂા.2.75 લાખની ચોરી

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોણા 10 તોલા દાગીના, 32 હજારની રોકડની માલમત્તા લઈ ગયા

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા મથકે ગરબી ચોક વિસ્તારમાં રહેતાં એક વેપારીના 3 દિવસ બંધ રહેલાં મકાનમાં ખાબકેલા તસ્કરો પોણા 10 તોલા સોનાના દાગીના સહિતની પોણા ત્રણ લાખની મત્તા ચોરી કરી ગયા હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. આ ચોરી 3 શખસોએ આચરી હોવાનો ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે ત્રણેય શકદારો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

કાલાવડ તાલુકા મથકે ગરબી ચોક વિસ્તારમાં આવેલા ખતરીવાડમાં રહેતાં અને વેપાર કરતાં હિરલબેન ચિંતનભાઇ બોસમિયાના તા.22-12થી 25-12 દરમિયાન મકાનમાંથી ચોરી થવા પામી હતી. આ બનાવ અંગે હિરલબેને કાલાવડ ટાઉન પોલીસમાં વિધીવત ફરિયાદ નોંધાવી છે. જેમાં શકદાર તરીકે શૈલેષ, અખિલેષ અને સંદિપ નામના 3 શખસો સામે શંકાની સોય તાણી છે.

આ ત્રણેય શકદારોએ કોઇપણ રીતે મકાનના રૂમમાં પ્રવેશ કરી કબાટનું લોક ખોલી, કબાટ અંદર રાખવામાં આવેલા સવા ચાર તોલાની ચાર નંગ સોનાની બંગડી, સવા તોલાનો એક સોનાનો લેડીઝ ચેઇન, પોણા બે તોલા સોનાનો હાર, સવા તોલાની સોનાની એક લકી તથા સવા તોલાની સોનાની બે વિંટી આમ, પોણા 10 તોલા સોનું અને રૂા.32000 ની રોકડ સહિત રૂા.2,75,750નો મુદ્દામાલ ચોરી કરી ગયા હતાં. પોલીસે ત્રણેય શકદારો સામે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...