ચોરી:ઉદ્યોગનગરમાં કારખાનામાંથી રૂપિયા 1.60 લાખની ચોરી

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેબલના ખાનામાંથી રોકડ ઉસેડી ગયા

જામનગરના ઉધોગનગર વિસ્તારમાં આવેલા એક કારખાનાની રાત્રે બારી તોડી અંદર ધુસેલા તસ્કર ટેબલના ખાનામાંથી રૂ.1.60 લાખની રોકડ રકમની ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે. પોલીસે માતબર રોકડનો હાથફેરો કરનાર તસ્કરને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

જામનગર નજીક વિભાપર ગામે રહેતા અને ઉઘોગનગર વિસ્તારમાં પોતાનુ કામનાથ બ્રાસ કાસ્ટીંગ નામનુ કારખાનુ ધરાવતા હરીભાઇ જીવરાજભાઇ પણસારા નામના કારખાનેદારે તેના કારખાનાની પાછળની બારી તોડી રાત્રી દરમિ્યાન અંદર ઘુસેલા કોઇ તસ્કર ટેબલના ખાનામાંથી રૂ.1.60 લાખની રોકડ રકમની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ સીટી સી ડીવીઝનમાં નોંધાવી છે.

ચોરીનો આ બનાવ ગત તા.26મીના મોડી રાત્રી દરમિયાન બન્યો હોવાનુ જાહેર થયુ છે.આથી પોલીસે માતબર રોકડની ઉઠાંતરી કરી જનારા અજાણ્યા શખસના સગડ મેળવવા માટે સીસીટીવીની મદદ મેળવી જુદી જુદી દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...