તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:જામનગરના સંઘાડીયા બજારમાંથી દુકાનમાંથી રૂ.1 લાખની ચોરી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગીચ વિસ્તારમાં ત્રાટકેલા નિશાચર માતબર રોકડ ઉઠાવી રફુચકકર

જામનગરના સંધાડીયા બજાર વિસ્તારમાં એક બંધ દુકાનને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કર દુકાનમાં વેપાર ઉપરાંત દાન માટે ભેગા કરાયેલા સહિત રૂ.એક લાખથી વધુની રોકડ રકમ ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.પોલીસે નિશાચરોને પકડવા માટે કવાયત હાથ ધરી છે.

શહેરના ગીચ વિસ્તારમાં સ્થિત સંધાડીયા બજારમાં આવેલી સુપર ટ્રેડર્સ નામની દુકાનનુ બારણુ ખોલીને અંદર પ્રવેશેલા કોઇ અજાણ્યા શખ્સો લાકડાના કાઉન્ટરમાંથી વેપારના રૂ. સાત હજાર ઉપરાંત દાન માટે ભેગા કરાયેલા રૂ. 93,500 સહિત કુલ રૂ. 1,00,500ની રોકડ રકમ ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે. ગત શનિવારે રાત્રે વેપારી દુકાન વધાવીને ઘરે ગયા બાદ નિત્ય ક્રમ મુજબ બીજા દિવસે સવારે દુકાને આવતા ઉકત ચોરીના બનાવની જાણ થઇ હતી.

ચોરીના આ બનાવની જાણ થતા સીટી એ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.વેપારી હસનભાઇ અબ્દુલકાદરભાઇ કેરાવાલાની ફરીયાદ પરથી પોલીસે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધ્યો છે.બંધ દુકાનને મોડી રાત્રે નિશાન બનાવીને માતબર રોકડ ઉસેડી જનારા તસ્કરને પકડી પાડવા માટે પોલીસે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...