વાત ગામ ગામની:ઠેબા ગ્રામજનોને પીવાના ફિલ્ટર પાણીની સુવિધા ઘરબેઠા મળશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સરપંચ - Divya Bhaskar
સરપંચ
  • અંદાજે 30 હજાર લીટર પાણી ફિલ્ટર થશે

જામનગરના ઠેબા ગામમાં આગામી ત્રણથી ચાર મહિનામાં હાઈડ્રોજનીક પાણીનો ફિલ્ટર પ્લાન ઊભો કરવામાં આવશે. જેમાં આશરે દરરોજ 30 હજાર લિટર પાણી ફિલ્ટર કરી 20 લીટર ની બોટલમાં ગામના દરેક ઘરમાં નિ: શુલ્ક પહોંચાડવામાં આવશે.જામનગર જિલ્લામાં 2જો હાઈડ્રોજનીક પાણીનો ફિલ્ટર પ્લાન ઠેબા ગામમાં ઊભો કરવામાં આવશે. પરિણામે ગામના પાંચ હજાર પરિવારને શુદ્ધ પાણીનો લાભ મળશે.

ઠેબા ગામના સરપંચ ઇન્દુબેન કૈલાશભાઈ સંગાણીએ જણાવ્યું હતું કે આગામી ત્રણ થી ચાર મહિનામાં ઇન્ડિયન ઓઇલ કંપનીના સહયોગથી ઠેબા ગામમાં હનુમાનજી મંદિર પાસે આવેલા પાણીના સંપ નજીક રૂપિયા 20 લાખના ખર્ચે હાઈડ્રોજનીક પાણીનો ફિલ્ટર પ્લાન ઊભો કરવામાં આવશે. 60000 લીટર ની કેપેસિટી ધરાવતા આ પ્લાન્ટમાં દરરોજ 30000 લિટર ઊંડ ડેમનું પાણી ફિલ્ટર કરી 20 લીટર ની બોટલમાં ગામના દરેક ઘરમાં નિ: શુલ્ક પહોંચાડવામાં આવશે.

ચોમાસામાં ડહોળા પાણીથી મુક્તિ મળશે
ચોમાસાની ઋતુ દરમિયાન ઉડ ડેમમાં નવા નીર આવતાની સાથે જ અનેક કચરા પણ ઘણીવાર આવતા હોય છે. તેમજ ચોમાસાના શરૂઆતના દિવસોમાં પાણીમાં ડોહળાશ પણ આવે છે. ત્યારે આ પાણી ને હવે ફિલ્ટર કરીને ગ્રામજનોને બોટલમાં ઘરે ઘરે પહોંચાડવામાં આવશે. આથી લોકોને ચોમાસા દરમિયાન ગ્રામજનોના પાણી કે મુક્તિ મળશે.

શુદ્ધિકરણથી પાણીજન્ય રોગોને ડામી શકાશે
સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં પાણી જન્ય રોગોમાં વધારો જોવા મળતો હોય છે જેનો મુખ્ય કારણ પાણીમાં આવેલો બદલાવ હોય છે. આગામી ત્રણ થી ચાર મહિનામાં ગામમાં હાઈડ્રોજન એક પાણીનો ફિલ્ટર પ્લાન કાર્યરત થઈ ગયા બાદ ગ્રામજનોને શુદ્ધ પાણી મળતા પાણીજન્ય રોગમાંથી મુક્તિ મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...