હાલારનું ગૌરવ:જામનગર તાલુકાના ફલ્લાના યુવકે માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર સર કર્યુ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર તાલુકાના ફલ્લા ગામના યુવાને હિમાલયની સૌથી મોટી રેન્જ પીર પંજાબમાં આવેલા માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર સર કરીને કરી ફલ્લા સહિત હાલારને ગૌરવ અપાવ્યુ છે. ફલ્લા ગામના રાજ અમૃતલાલ ધમસાણિયાએ તા.31 મેના રોજ આ સિધ્ધી મેળવતા ગામ સહિત ચોમેરથી તેને બિરદાવવામાં આવી રહયો છે. હાલમાં રાજ ધમસાણિયા વલ્લભવિધાનગર ખાતે એન્જીનિયરીંગનો અભ્યાસ કરી રહયો છે.

રાજ અમૃતલાલ ધમસાણિયાએ માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર સર કરીને ગામ સાથે સાથે હાલારને પણ ગૌરવ અપાવ્યુ છે. બહુ ઓછા લોકો આ સિદ્ધિ હાંસલ કરી શકતા હોય છે. કારણ કે આ શિખર પાર કારવા માટે અથાગ મહેનત કરવી પડતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...