ધ્રોલ તાલુકાના જાયવા ગામના એક યુવાને બેકારીથી કંટાળીને ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. ધ્રોલ પોલીસ તપાસ ચલાવે છે. ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં રહેતા છૂટક મજૂરી કામ કરતા મહેશ મનજીભાઈ પરમાર નામના 22 વર્ષના યુવાને સોમવારે પોતાની વાડીએ લીમડાની ડાળીમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
બનાવ અંગે મૃતકના પિતા મનજીભાઈ કાનજીભાઈ પરમાર એ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન કે જેને છેલ્લા કેટલાક સમયથી કામ ધંધો મળતો ન હતો, તેમજ એકલો એકલો ફરતો હતો અને ગુમસુમ રહેતો હતો. જે એકલતાના કારણે તેમજ બેકારીના કારણે આપઘાત નું પગલું ભરી લીધાનું પિતા દ્વારા જાહેર કરાયું છે. સમગ્ર મામલે ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.