સઘન સર્ચ:કાલાવડના નવાગામના ચેકડેમમાં યુવાન ડૂબ્યો

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉંડા પાણીમાં ગારદ યુવાનને શોધવા જામનગરથી ફાયર ફાઈટરો દોડ્યા, મૃતદેહને મળ્યો

જામનગરના કાલાવડ તાલુકાના નવાગામ ખાતેના ચેકડેમમાં ન્હાવા પડેલા પરપ્રાંતિય ખેતમજૂરનું ડૂબી જવાથી મોત થયું છે. જામનગર ફાયરબ્રિગેડે તેની લાશ શોધી કાઢી હતી.જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામ ખાતેના ચેકડેમમાં નાહવા પડેલ પરપ્રાંતીય યુવાન ડૂબ્યો હોવાની અને લાપત્તા થયો હોવાની જાણ થતાં કાલાવડ ફાયર ફાઇટરો દ્વારા રવિવારે બપોરથી શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી.

યુવાન સાંજ સુધી કોઇ અતોપતો ન મળતા તેમજ આધુનિક પૂરતા સાધનોના અભાવે વધુ તપાસ માટે જામનગર ફાયર બ્રિગેડની ટીમની મદદ માંગવામાં આવી હતી જે બાદ ફાયરબ્રિગેડના જવાનોએ ચેકડેમમાં ઉતરીને યુવાનની લાશ શોધી કાઢી હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...