તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:પ્રેમ લગ્ન કરનારી યુવતિએ પતિના ત્રાસથી કંટાળી જઇ ફિનાઇલ પીધુ

જામગનર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ ભર્યુ પગલું

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં સીતારામ સોસાયટીમાં રહેતી મૌસમીબેન રવિભાઇ ડોગરા નામની પરિણીતાએ ગત તા.12ના રાત્રે ઘરે ફિનાઇલ પી લેતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા જે બનાવની જાણ થતા સીટી સી પોલીસની ટીમ દોડી ગઇ હતી. પોલીસે ભોગ બનનારનુ નિવેદન નોંધતા તેણીએ પતિના ત્રાસથી કંટાળી જઇ આ પગલુ ભરી લીધાનુ જાહેર કર્યુ હતુ.આથી પોલીસે તેણીની ફરીયાદના આધારે પ્રેમી પતિ સામે ગુનો નોંધ્યો છે.

ભોગબનનારે લગભગ બે વર્ષ પુર્વે પ્રેમ લગ્ન કર્યા હતા જેના પંદર દિવસ બાદથી નાની નાની બાબતોમાં તેણી સાથે ઝઘડાઓ કરી ગાળો આપી માનસિક દુ:ખ ત્રાસ આપી આરોપી પતિએ હેરાન પરેશાન કરતા ત્રાસથી કંટાળી જઇ પગલુ ભરી લીધુ હોવાનુ નિવેદનમાં જાહેર કરતા પોલીસે પતિ સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...