અકસ્માત:ટ્રક પાછળ બાઈક અથડાતા ચાલક યુવકનું મોત નિપજ્યું

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધ્રોલ-ટંકારા હાઇવે પર જીવલેણ અકસ્માત
  • લતીપુરના યુવાને અકસ્માતમાં જીવ ગુમાવ્યો

ધ્રોલ-ટંકારા હાઇવે પર લતીપર નજીક પેટ્રોલ પંપ પાસે પુરપાટ દોડતુ બાઇક રોડ સાઇડમાં બંધ ટ્રક પાછળ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા લતીપરના બાઇકચાલક યુવાનનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવના પગલે મૃતકના પરીવારમાં ઘેરો શોક છવાયો છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ધ્રોલ તાલુકાના લતીપુર ગામે રામનગરમાં રહેતા પ્રવિણભાઇ પ્રેમજીભાઇ ખાત્રાણી નામનો યુવાન તેનુ બાઇક લઇ ગત તા.8ના રોજ ધ્રોલ-ટંકારા હાઇવે પર લતીપુર પાસે પેટ્રોલ પંપ નજીક પસાર થઇ રહયો હતો જે વેળાએ પુરપાટ દોડતુ બાઇક રોડ સાઇડમાં બંધ ટ્રક સાથે અથડાઇ પડયુ હતુ.જે અકસ્માતમાં બાઇકચાલક પ્રવિણભાઇ ખાત્રાણીને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજા થતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ.

અકસ્માતના આ બનાવની ટ્રકધારક રેવતુભા ઘનશ્યામસિંહ જાડેજાની ફરીયાદ પરથી પોલીસે બાઇકચાલક સામે ગુનો નોંધ્યો હતો.આ બનાવના પગલે મૃતકના પરીવારમાં ઘેરો શોક છવાયો છે. અકસ્માતના આ બનાવને પગલે ઘટનાસ્થળ પર આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યો હતો. જેનું મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...