તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:બેડીમાં રીક્ષા પાર્ક કરવા બાબતે યુવાનને લમધાર્યો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 શખસોએ પાઈપ વડે માર માર્યાની રાવ

જામનગર નજીકના બેડી વિસ્તારમાં રીક્ષા પાર્ક કરવા બાબતે ત્રણ શખ્સોએ ચાલકને ઢોર માર માર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે.

બેડી વિસ્તારમાં ચાંદની ચોક પાસે રહેતા અકરમ હસનભાઇ સમા નામના રીક્ષા ચાલક પર પાડોશમાં રહેતા અબાસ દાઉદ મોખા, અકરમ અકબર અબાસ મોખા, અહેમદ અબાસ મોખા અને અબાસ દાઉદ મોખાએ છરી, લોખંડના પાઇપ વડે હુમલો કરી અકરમભાઇને માથા સહિતની ભાગે ઇજાઓ પહોંચાડી હતી. ઘાયલ અકરમભાઇ પોતાના ઘર પાસે રીક્ષા પાર્ક કરી હતી ત્યારે આરોપી અબાસે રિક્ષા પાર્ક કરવાની ના પાડી હતી. જેને લઇને અકરમે કહ્યું હતું કે અહીં બધા વાહનો પાર્ક કરે છે.

રિક્ષા ચાલકના આ જવાબથી આરોપી અબાસ ઉશ્કેરાઇ ગયો હતો અને વાણી વિલાસ આચરી અન્ય શખ્સોની સાથે મળી રિક્ષા ચાલક પર હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

આ બનાવ અંગે બેડી મરીન પોલીસે ફરિયાદ નોંધી પીએસઆઇ વી.કે.કણઝારીયા સહિતના સ્ટાફે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...