મોત અંગે તપાસ:હાપામાં ટ્રેનના પાટા ઓળંગવા જતાં ટ્રેન હેઠળ યુવાન કપાયો

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મધ્યપ્રદેશના વતનીના મોત અંગે તપાસ

મધ્યપ્રદેશના અલીરાજપુરનો વતની અને હાલ જામનગરના હાપા વિસ્તારની વાડીમાં ખેત મજૂરી કામ કરતો ચમસિંહ જૂતસિંહ વસુનિયા (ઉ.વ.37) નામનો શ્રમિક મંગળવારે રાત્રે હાપાની સીમ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી રેલવે લાઈન પર પાટા ઓળંગવા જઈ રહ્યો હતો, જે દરમિયાન એકાએક ધસમસતી ટ્રેન આવી ગઈ હતી અને પોતે ટ્રેનની હડફેટે ચડી જતાં ગંભીર ઇજા થવાના કારણે બેશુદ્ધ બન્યો હતો.

તેને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જી.જી.માં પહોંચાડ્યો હતો જ્યાં તેના બંને પગ અને માથાને ભાગે ઇજા થઇ હોવાના કારણે સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે તેની સાથે જ કામ કરતાં અન્ય એક શ્રમિક જુવાનસિંહ માવડાએ પોલીસને જાણ કરતાં પંચકોશી-એ પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...