ક્રાઇમ:શહેરમાં 14 બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરમાંથી યુવાનને પોલીસે 14 બોટલ દારૂ પકડયો હતો, જયારે આ કાર્યવાહી દરમિયાન તે નાશી છુટવામાં સફળ રહયો હતો. જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ 58માં સેવક પાનવાળી ગલીમાં રહેતા વિનુભાઇ નાથાલાલ શેઠીયા નામના યુવાન પાસેથી 14 બોટલ ઇગ્લીશ દારૂ રૂા. 5600ની કિંમતનો મળી આવતા પોલીસે તેની સામે ગુનાે નોંધ્યાે છે, જોકે પોલીસની કાર્યવાહી દરમિયાન વિનુ નાશી છુટવામાં સફળ રહયાે હતો. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જે મળી આવ્યા બાદ તેને દારૂ કોની પાસેથી મેળવ્યેા હતો તે જાણી શકાય. આ કેસની તપાસ દિગ્વિજય પ્લોટના પીએસઆઇ ચલાવી રહયા છે. 

અન્ય સમાચારો પણ છે...