જામનગર શહેરના બેડી વિસ્તારમાં પેટ્રોલ પંપ પર વચ્ચેથી પેટ્રેાલ પુરવા બાબતે યુવાનને છ શખસોએ માર માર્યો હતો, આથી યુવાને આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છ શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવે શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે. જામનગર શહેરના બેડી વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્રની બાજુમાં રહેતા સલીમ નુરમામદ ઝેડા નામનો યુવાન બેડી ઓવરબ્રીજ પાસે આવેલા પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવવા લાઇનમાં ઉભો હતો.
ત્યારે જાવેદ સાઇચા નામનો શખસ વચ્ચેથી પેટ્રોલ પુરાવેલ જેથી સલીમે તેમ કરવાની ના પાડતા તે પેટ્રોલ પુરાવીને જતો રહયો તયાર બાદ બેડી રોડ વાછાણી મીલ પાસે સલીમને રોકીને જાવેદ તેમજ જુસબ સાઇચા, અસગર સાઇચા , મહેબુબ સાઇચા તથા જુસબ સાઇચાના બે દિકરાઓ મળીને શું કામ માથાકુટ કરી તેમ કહીને ગાળા-ગાળી કરીને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોચાડતા તમામ સામે સીટી-બી ડીવી. પોલીસમાં ગુનો નોંધાવતા પોલીસે યુવાન પર હુમલો કરનાર તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પેટ્રોલ પુરાવવા માટેની લાઇનમાં ઉભા રહ્યા બાદ વચ્ચેથી પેટ્રોલ પુરાવવાની બાબતે યુવાનને છ શખસોએ માર મારતા આ બનાવે શહેરમાં ચકચાર જગાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.