તપાસ:ચા મોડી મળતા ફરિયાદ કરતા યુવાનને માર પડ્યો

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરના પાંચ હાટડી પાસેની ઘટના
  • પિતા અને 2 પુત્રો સહિત 5 શખસો તૂટી પડ્યા

જામનગર શહેર દરબાગઢ બહાર આવેલ પાંચ હાટડી વિસ્તારમાં કેજીએન નામની ચા ની હોટેલ પાસે રાત્રે 1 વાગે આસપાસ માથાાકૂટ થઇ હતી. હસન ઇબ્રાહિમભાઈ શેખ નામનો વ્યક્તિ ચા પીવા માટે કે.જી.એન હોટેલએ ગયા હતા ત્યાં ખૂબ જ ભીડ હતી તે ચાનો ઓર્ડર આપ્યું હતું પરંતુ હોટેલ સ્ટાફ દ્વારા ચા ન મળતા, હસન હોટેલ સંચાલકને ફરિયાદ કરવા ગયો હતો પછી બને વચ્ચે બોલા-ચાલી થઈ. તે બાદ હોટેલ સંચાલક અને તેના 2 દિકરા દ્વારા હસન ને માર મારવામાં આવ્યું. ત્યારબાદ ઇજાગસ્ત હસન ને જી.જી. હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા.

હસન નાં પરીવાર દ્વારા હોટેલ સંચાલક સલીમ કસાઈ ચા વારો તેમજ તેના 2 દિકરા મુસા અને અલી, વસીમ તેમજ 5 અજાણ્યાં શખસ પર ફરિયાદ કરવામા આવી છે. હસન મોબાઇલ રીપેરીંગનું કામ કરતો હોવાનું જાણવા મળે છે. ઈજાગ્રસ્તની ફરિયાદના અાધારે પોલીસે તમામ સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...