તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારી:ઝઘડાના પ્રશ્ને સમજાવવા જતા યુવક પર હુમલો થયો

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાઇપ-ધોકા વડે માર મારી ઈજા કરી

જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક એક ગેરેજ પાસે રહેતા અને ડ્રાઇવિંગ કરતા યુવાન પર ત્રણ શખ્સોએ પાઇપ અને ઘોકા વડે હુમલો કરી ઇજા પહોચાડી ગાળો ભાંડયાની ફરીયાદ નોંધાઇ છે.ભોગગ્રસ્ત યુવાન તેના ભાણેજના ગેરેજમાં સુતો હતો ત્યારે ત્યાં ઝઘડતા ત્રણેયને દુર જવાનુ કહેતા એકદમ ઉશ્કેરાઇ જઇ આ હુમલો કર્યાનુ બહાર આવ્યુ છે.

જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક એક ગેરજ પાસે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા દુલાભાઇ રૂપાભાઇ કારીયા નામના યુવાને પોતાને અપશબ્દો ઉચ્ચારી લોખંડના પાઇપ અને લાકડાના ઘોકા વડે હુમલો કરી આંખ અને શરીરે ઇજા પહોચાડયા અંગે સીટી સી પોલીસ મથકમાં જુગનુ બાવરી, દિપક બાવરી અને રણછોડ બાવરીના પુત્ર સામે ફરીયાદ નોંધાવી છે.આ હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર અર્થે ખસેડાયો હતો. ઇજાગ્રસ્ત યુવક રાત્રે તેના ભાણેજના ગેરેજમાં સુતો હતો ત્યારે બાજુમાં ઝઘડો કરતા ત્રણેય આરોપીઓને થોડે દુર જવાનુ કહી સમજાવવા જતા આરોપીઓએ એકસંપ કરી આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો