તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિ-પત્ની ઔર વો:પત્નીને છોડીને અન્ય યુવતી સાથે રહેવુ જામનગરના યુવાનને ભારે પડ્યું, પત્નીને ખબર પડતાં ધોઇ નાખ્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનને પત્ની અને પાડોશીઓએ માર મારી છરી વડે ગંભીર ઇજા પહોંચાડતાં ફરિયાદ નોંધાઇ

જામનગર તાલુકાના વિભાપર ગામે ગઇકાલે પત્ની સહિતના શખ્સોએ એક યુવાનને માર મારી છરી વડે ગંભીર ઇજા પહોંચાડયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ભોગગ્રસ્ત યુવાન પત્નીને છોડીને લીવ-ઇન રીલેશનશીપ રહેતો હોવાનું સામે આવ્યું છે.

જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતા અને કડિયા કામ કરતા છગનભાઈ કાનજીભાઈ માંડવીયા કે જેના લગ્ન અગાઉ વિભાપર ગામની ગીતાબેન નામની મહિલા સાથે થયા હતા, અને પતિ-પત્ની તરીકે બંને સાથે રહેતા હતા. પરંતુ છેલ્લા દોઢેક મહિનાથી પતિ-પત્ની વચ્ચે ખટરાગ થયો હતો, અને પતિ છગનભાઈ વિભાપરના બદલે ખિમરાણા ગામે રહેવા ચાલ્યા ગયા હતા. જેથી ગીતાબેન અને છગનભાઇ વચ્ચે માથાકૂટ ચાલતો હતો.

દરમિયાન ગઇકાલે છગનભાઈ પોતાની સાથે કડિયા કામ કરતા રમેશભાઇ કે જે વિભાપર ગામમાં રહે છે. તેને મળવા માટે પોતાની પ્રેમિકા રંજનબેનને લઈને આવ્યા હતા, દરમિયાન છગનભાઈની પત્ની ગીતાબેન તથા અન્ય પાડોશીઓ મુકેશભાઈ ધવલભાઇ કોળી અને ધવલભાઈ કોળીને જાણકારી થઈ જતાં તેઓ રમેશભાઈના ઘર પાસે પહોંચ્યા હતા અને છગનભાઇ સાથે માથાકૂટ કરી હતી.

આરોપી મુકેશે છરી વડે હુમલો કરી માથા તથા જમણા પગના સાથળના ભાગે ઘા મારી ઇજા પહોંચાડી હતી ત્યારે અન્ય આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગે પોલીસ દ્વારા ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં છગનભાઇ છેલ્લા દોઢ મહિનાથી પોતાની પત્નીને છોડીને ખીમરાણા ગામે મૈત્રી કરારથી રહેતા હોય જેનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...