તપાસ:ગોદાવરી સીમની વાડીમાં મૂકેલા ઈલેક્ટ્રીક શોર્ટે યુવાનનો ભોગ લીધો

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધંધામાં ખેંચ આવતા ગોકુલનગરના યુવાને આપઘાત કર્યો

લાલપુરના ગોદાવરી ગામે વાડીમાં શોર્ટ મૂકતા યુવાનને તે શોર્ટ લાગતા તેનું મૃત્યુ થતાં પોલીસે વાડી માલિક સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ ધંધામાં ખેંચ આવતા યુવાને આપઘાત કર્યાનું પોલીસ દફતરે નોંધાયું છે.

ગોદાવરી ગામે રહેતા દેવશીભાઈ ઉર્ફે દેશાભાઈ રાયશીભાઈ બંધિયાએ જાનવરો તેમજ અન્ય લોકોથી બચવા માટે પોતાની વાડીએ સિમેન્ટના થાંભલામાં ખૂલા વાયર સાથે ઈલેક્ટ્રીક શોર્ટ મૂક્યો હતો જે રાત્રિના સમયે બાબુભાઈ ગાંડાભાઈ ગમારા (ઉ.વ.48)ને લાગતા તેમનું મૃત્યુ થયું હતું જે અંગે તેની પત્નીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે દેવશીભાઈ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર શહેરના ગોકુલનગરમાં રહેતા બજરંગભાઈ દિલીપભાઈ રામ (ઉ.વ.20) નામના યુવાનને ધંધામાં ખેંચતાણ હોય જેથી મનમાં લાગી આવતા પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...