અરેરાટી:માતા-પિતાની બિમારીથી વ્યથિત યુવાને આયખું ટૂંકાવ્યું

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામજોધપુર પંથકના બુટાવદર ગામનો બનાવ

જામજોધપુરના બુટાવદરમાં રહેતા યુવાને ઘરે ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીઘુ હોવાનો બનાવ બહાર આવ્યો છે.મૃતકના માતા-પિતાને બિમારી હોય,જે બાબતથી કંટાળી આ પગલુ ભરી લીઘાનુ પોલીસમાં જાહેર થયુ છે.આ બનાવના પગલે નાના એવા ગામમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામજોધુપર તાલુકાના બુટાવદર ગામે રહેતા અને કડીયાકામ કરતા મુકેશભાઇ મરાભાાઇ મકવાણા(ઉ.વ. 42) નામના યુવાને તા.3ના રોજ વહેલી સવારે પોતાના ઘરે પંખામાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યાનો બનાવ બહાર આવ્યો છે.આ બનાવની નાનજીભાઇ જશાભાઇ મકવાણાએ જાણ કરતા શેઠ વડાળા પોલીસની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે મૃતકના સંબંધીનુ નિવેદન નોંધ્યુ હતુ જેમાં મૃતક યુવકના પિતાને પેરાલીસીસની બિમારી તથા માતાને માનસિક બિમારી હોય, જે બાબતથી કંટાળી આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે.શેઠ વડાળા પોલીસે મૃતકના પરીજનોના નિવેદન નોંધવા સહિત આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવના પગલે નાના એવા ગામમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.મૃતકના પરીવારમાં ઘેરો શોક છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...