તપાસ:રેલવેના પાટા ઓળંગી રહેલાે યુવાન ટ્રેન હેઠળ કપાઈ ગયો

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરના ત્રણ માળિયા આવાસમાં રહેતો હતો
  • પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી

જામનગરમાં વામ્બે આવાસ વિસ્તારમાં રહેતા એક યુવાનનું ગઈ રાત્રે રેલવેના પાટા ઓળંગતી વખતે એકાએક ટ્રેનના એન્જિનની હેઠળ કચડાઈ જવાના કારણે મૃત્યુ નિપજ્યંુ છે, જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ત્રણ માળીયા આવાસમાં રહેતો અશોક વિરજીભાઇ ગોહિલ નામનો 36 વર્ષનો યુવાન બુધવારે રાત્રે સાડા બારેક વાગ્યાના અરસામાં આવાસની બાજુમાંથી પસાર થઈ રહેલી રેલવે લાઇનના પાટા ઓળંગવા જઈ રહ્યો હતો,

જે દરમિયાન અકસ્માતે ટ્રેન આવી જતાં તેના એન્જિનના હેઠળ કચડાઇ ગયો હતો અને તેના દેહના ટુકડા થઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું હતું.આ બનાવ અંગે હિતેશ રામજીભાઈ ગોહિલે પોલીસને જાણ કરતાં સીટી-સી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...