• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • The World's First Global Center For Traditional Medicine To Be Set Up In Gordhanpar, Ayurveda Will Mark A New Milestone On The Global Stage

જામનગર બનશે ગ્લોબલ વેલનેસનું હબ:ગોરધનપરમાં નિર્માણ પામશે વિશ્વનું પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, આયુર્વેદનું વૈશ્વિક ફલક પર નવું સિમાચિહન

જામનગરએક મહિનો પહેલા
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી, WHOના ડાયરેક્ટર જનરલ, મોરિશિયસના વડાપ્રધાન, ગુજરાતના CM સહિતનાની ઉપસ્થિતિમાં થશે શિલાન્યાસ

જામનગર પાસેના ગોરધનપર ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વના સૌપ્રથમ નિર્માણાધીન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નો શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે W.H.O.ના ડાયરેકટર જનરલ ટેડ્રોસ, મોરિશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. કેન્દ્ર સરકાર અને WHOના સહયોગથી આ કેન્દ્ર ચલાવવામાં આવશે. ગોરધનપર ખાતે 35 એકર જમીનમાં 250 મિલિયન ડોલરના ખર્ચે આ સેન્ટર ઊભું કરવામાં આવશે.

ગુજરાત આયુષ ઔષધિનું મુખ્ય મથક બનશે
જામનગરના આંગણે નિર્માણ થનારા આ કેન્દ્રથી સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે તેમજ પરંપરાગત ઔષધને પ્રોત્સાહન મળશે અને ગુજરાત આયુષ ઔષધિનું મુખ્ય મથક બનશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ઔષધો માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક દૂરનું કેન્દ્ર જામનગરમાં સાકાર થવાથી અને વિશ્વવસ્તરની સંસ્થાની સ્થાપનાથી ગુજરાત અને જામનગર ગૌરવવંતા થયા છે.

ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરની કામગીરી
જામનગરથી ખંભાળિયા હાઇવે પર ગોરધનપર ગામ નજીક સ્થપાનારા ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરમાં ભારત ઉપરાંત અન્ય 138 દેશની ટ્રેડિશનલ મેડિસિન પર રિસર્ચ કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત પરંપરાગત ચિકિત્સા પદ્ધતિના અભ્યાસ, સંશોધન, ચિકિત્સા પદ્ધતિઓ માનવ કલ્યાણના ઉપયોગમાં આવે એ માટે કેન્દ્રમાં કામગીરી કરવામાં આવશે. આ કેન્દ્ર માટે વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકાર દ્વારા રૂ.250 મિલિયન ડોલરનું બજેટ રાખવામાં આવ્યું છે. વર્ષ 2024માં આ સેન્ટર પૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. સેન્ટર કાર્યરત થાય ત્યાં સુધીમાં જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં એક ઇન્ટેરિમ ઓફિસ ટૂંક સમયમાં કાર્યરત થશે, જે સીધું જ વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે સંલગ્ન રહેશે અને સેન્ટર શરૂ થતાં ત્યાં શિફ્ટ કરવામાં આવશે.

આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં WHO GCTM સ્થાપના કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર હશે. WHO GCTM વૈશ્વિક સુખાકારીના કેન્દ્ર તરીકે ઊભરી આવશે, પુરાવા આધારિત સંશોધન, તાલીમ અને પરંપરાગત દવા માટે જાગૃતિને પ્રોત્સાહન આપશે. સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે. પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પુરૂ પાડશે. આ કેન્દ્રના માધ્યમથી પરંપરાગત દવાઓ, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપક પણે વિતરિત થશે.

ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરથી શું ફાયદો થશે?
આ GCTMનું સેન્ટર જામનગરના ગોરધનપરમાં બનવાથી ઘણા ફાયદાઓ થશે તેમજ ઘણી ઉપયોગી થશે. આ સેન્ટર બનવાથી જૂની આરોગ્ય ચિકિત્સાકીય રોવરને અને વૈજ્ઞાનિક પદ્ધતિની પુનઃ સ્થાપિત કરાશે. જેથી લોકોને વધુમાં વધુ ફાયદો થશે અને વિશ્વભરને વધુમાં વધુ ઉપયોગી થશે. દુનિયાભરની વિવિધ પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓનો લાભ દુનિયાભરની દરેક વ્યક્તિને મળી શકશે. પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંબંધ ખાતરી થશે. ઉપરાંત ડેટા એકત્ર કરવાનાં વિશ્લેષણો અને અસરનું મૂલ્યાંકન કરવા માટે સંબંધિત તકનીકી ક્ષેત્રો, સાધનો માટે ઉપયોગી થશે. આ સેન્ટર વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવામાં પણ ઉપયોગી પુરવાર થશે.

સેન્ટર બનવાથી વિવિધ પ્રકારના લાભો થશે
આ સેન્ટર વ્યક્તિગત અને તેના સાંસ્કૃતિક અને તેની જરૂર સાથે જોડવા માટે ઉત્તમ સાધન સાબિત થશે. જામનગર વધુ એક વખત વિશ્વ ફલક પર નામ નોંધાવશે. આ સેન્ટર બનવાથી વિવિધ પ્રકારના લાભો થશે. જેમાં પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડવું. પરંપરાગત દવાઓની ગુણવત્તા સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવા ડેટા એકત્ર કરવાના વિશ્લેષણો અને અસરનું મૂલ્યાંકન કરવા માટે સંબંધિત તકનીકી ક્ષેત્રો, સાધનો અને પદ્ધતિઓમાં નિયમો, ધોરણો અને માર્ગદર્શિકા વિકસાવવા. હાલની TM ડેટાબેંકો વર્ચ્યુઅલ લાઇબ્રેરીઓ અને શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના સહયોગથી WHO TM ઇન્ફોર્મેટિક્સ સેન્ટરની કલ્પના ઉદ્દેશ્યોની સુસંગતતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ ક્ષમતા નિર્માણ જેવા અનેક લાભો થશે. તાલીમ કાર્યક્રમો વિકસાવવા અને કેમ્પસમાં તાલીમ કાર્યક્રમો યોજવા અથવા વેબ-આધારિત અને WHO એકેડેમી અને અન્ય વ્યૂહાત્ક ભાગીદારો સાથે ભાગીદારી દ્વારા કરશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પધ્ધતિઓ માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર હશે.

GCTM ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)ના આ નવા પ્રકલ્પના નિર્માણ થકી પરંપરાગત ચિકિત્સા સંદર્ભે વિશ્વનાં તમામ ક્ષેત્રોને જોડવામાં આવશે અને જેનો લાભ ભારત સહિત સમગ્ર વિશ્વને મળશે તેમજ જામનગર જિલ્લો આ ક્ષેત્રમાં કેન્દ્ર સ્થાન તરીકે ઊભરી આવશે. આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથક્કરણ, સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવશે. એ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો માટે નક્કર આધાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વિશ્વભરના દેશોને તેમની આરોગ્ય પ્રણાલીમાં યોગ્ય રીતે સંકલિત કરવામાં મદદ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ બપોરે લગભગ 3:30 કલાકે જામનગર ખાતે WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્ર (GCTM)નો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદકુમાર જુગનાથ, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસ પણ ઉપસ્થિત રહેશે. GCTM દુનિયામાં પ્રથમ અને એકમાત્ર એવું કેન્દ્ર બનશે, જે સમગ્ર વિશ્વમાં પારંપરિક દવાઓ પર કામ કરતું હોય. વૈશ્વિક સુખાકારી માટે આંતરરાષ્ટ્રીય હબ તરીકે એ ઊભરી આવશે.

અન્ય સમાચારો પણ છે...