જામનગરમાં કોંગ્રેસના અગ્રણીએ આજે સંસારનો ત્યાગ કરી સન્યાસ લઈ લીધો છે. જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા હવે સાંસારિક જીવન છોડીને શિવ મંદિરમાં સેવા કરશે.
ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું
ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના વાઈસ ચેરમેન, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તથા વર્લ્ડ પાવર લીફટીંગ ચેમ્પિયન એવા કર્ણદેવસિંહ જાડેજાએ સંસારીક જીવન ત્યાગ કરીને ભગવો ધારણ કરવાની જાહેરાત કરી હતી. જે મુજબ આજે તેઓ દ્વારા ધાર્મિક કાર્યક્રમો જેવા કે, હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કર્યું હતું. આ સમયે રાઘવજીભાઈ પટેલ, ભીખુભાઈ વારોતરીયા, પાલભાઈ આંબલીયા, જીતુભાઈ લાલ, પી.ડી. રાયજાદા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતાં.
ભગવાનની સેવામાં લીન બનશે
આજે તેઓ સંસાર જીવનનો ત્યાગ કરીને ભગવા કપડા ધારણ કરી રહ્યા છે અને ખીમરાણા ગામના શિવ મંદિરમાં સેવા કરી ભગવાનની સેવામાં લીન બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેમણે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવી ટિકિટની પણ માંગણી કરી હતી જોકે, તેમને ટિકિટ મળી ન હતી. હવે તેઓ સાંસારીક મોહ માયા છોડી રહ્યા છે અને પ્રભુ ભક્તિમાં લીન બન્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.