વિવાદ:કામ કરી રહેલા વીજ કર્મચારીઓને માર પડયો

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની એવરેસ્ટ સોસાયટીમાં બનેલો બનાવ
  • ફરિયાદનો ખાર રાખી યુવાનને છરી ઝીકાઇ

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા સાેસાયટીમાં વીજ રિપેરીંગનું કામ કરતા વીજ કર્મચારીઓ ઉપર ત્રણ શખસોએ ફરજમાં રુકાવટ કરી ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારતા ત્રણેય વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાવમાં આવી છે, જયારે કલ્યાણ ચાેકમાં પોલીસ ફરિયાદનાે ખાર રાખી બે શખસોએ છરીના ઘા ઝીંકી ધમકી આપતા પોલીસમાં રાવ કરવામાં આવી છે.

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા એવરેસ્ટ પાર્ક સોસાયટી વીજ રિપેરીંગનું કામ કરી રહેલા પ્રકાશ પરસોતમભાઇ રાઠોડ તથા તેની સાથેના અન્ય લોકોને ત્યાં રહેતા નવસાદ સંઘી, સિકંદર સમા અને ભુરો નામના ત્રણેય શખસો આવી ફરજમાં રૂકાવટ કરી ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારતા તેમના વિરૂધ્ધ સીટી-એ ડીવી.માં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બીજા બનાવમાં શહેરના કલ્યાણ ચોક દિલીપ પાનની દુકાન પાસે અબ્દુલ વાહબ ઉર્ફે એજાજ આસીફ ધાણીવારાએ થોડા સમય અગાઉ અકરમ મકરાણી ઉર્ફે મામો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી હાેય તે બાબતનો ખાર રાખી અકરમ તેમજ અલ્તાફ ડાડો ઉર્ફે અલ્તુફ નામના બે શખસોએ ગાળો કાઢી પગમાં છરીના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બન્ને વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...