જામનગરમાં તળાવની પાળે મ્યુઝિયમના પુલમાં લાકડાનો ભાગ જોખમી બન્યો છે. વરસાદ અને તાપના કારણે લાકડું નબળું પડી ગયું છે. મોરબી જેવી દુઘર્ટના થાય તે પહેલા સમારકામ જરૂરી બન્યું છે. જામનગરમાં તળાવની પાળે મહાનગરપાલિકા દ્રારા કરોડોના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવ્યું છે. તળાવની પાળની અંદર આવેલા મ્યુઝિયમમાં જવા માટે પુલ છે. આ પુલમાં વચ્ચે લાકડાનો નાનો પુલ છે.
આ પુલનું લાકડું વરસાદ અને તાપના કારણે સડી ગયું છે. આટલું જ નહીં લાકડાના પુલમાં કાણું પણ પડી ગયું છે. તાજેતરમાં આ પુલ પરથી જતા એક મહિલાનો પગ લાકડાના પુલમાં ફસાઇ ગયો હતો. લાકડાનો પુલ જોખમી બનતા મ્યુઝિયમ જોવા જતા દર્શકો પર અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. વળી, જો લાકડાના પુલ પરથી નીચે પડે તો વ્યકિત સીધો તળાવની અંદર પડે તેમ છે. આથી કોઇ જીવલેણ અકસ્માત થાય તે પહેલા લાકડાનો પુલ રીપેર કરવો જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.