કાર્યવાહી:જામનગરના એસટી ડેપો પર મહિલાના રોકડ-દાગીના સેરવનાર આરોપણ ઝબ્બે

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાના પર્સમાંથી રોકડ અને અડધા લાખના ચેઇનની તફડંચી પ્રકરણ
  • સીટી એ પોલીસે ચાંદી બજારમાંથી ચોરાઉ મતા સાથે પાલનપુરની મહિલાની અટક

જામનગરના એસ.ટી.ડેપો પર બે દિવસ પુર્વે ભાણવડ જવા માટે પહોચેલા મુસાફર મહિલાના પર્સમાંથી રોકડ અને દાગીના સહિત રૂ.52 હજારની માલમતા ગીર્દીનો લાભ લઇ સેરવી લેનાર મહિલા આરોપણને સીટી એ પોલીસે પકડી પાડી ચોરાઉ મતા કબજે કરી પુછતાછ હાથ ધરી છે.પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ ભાણવડના રણજીતપરા વિસ્તારમાં રહેતા દિવ્યાબેન નિતેશભાઇ કરથીયા નામના મહિલા ગત તા.22ના રોજ જામનગર એસટી ડેપો ખાતે આવ્યા હતા.

જે મહિલા મુસાફર પ્લેટફોર્મ પર બસનો ઇંતજાર કરી રહયા હતા જે દરમિયાન સવારે અગીયારથી બાર વાગ્યા દરમિયાન ગીર્દીનો લાભ લઇ કોઇ શખસ તેમના પર્સમાંથી રૂ.2100ની રોકડ અને અડધા લાખની કિંમતનો સોનાનો ચેઇન-પેન્ડલ સહિત રૂ.52 હજારનથી વધુની મતા સેરવી ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.

જેની ફરીયાદના આધારે સીટી એ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. જે દરમિયાન સીટી એના પીઆઇ એમ.જે.જલુના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડના પીએસઆઇ એમ.વી.મોઢવાડીયા અને સ્ટાફના મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા, વનરાજભાઈ ભગુભાઈ ખવડ સહિતની ટીમને પેટ્રોલિંગ વેળાએ ચાંદી બજાર વિસ્તારમાં એક મહિલા ચોરાઉ મનાતા દાગીના વેચવા માટે આંટા ફેરા કરી રહી હોવાની બાતમી મળી હતી.

જેના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળા વર્ણન ધરાવતા નિંદીયાબેન બાબુભાઇ પરમાર (રે.ખોડીયારનગર, માન સરોવર રોડ, પાલનપુર)ને સકંજામાં લીઘા હતા.જેના કબજામાંથી ચોરાઉ ચેઇન-પેન્ડલ મળી આવતા પોલીસે ચોરાઉ દાગીના કબજે કરી તેની પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.સિટી-એ પોલીસે સતત ધમધમતા એસટી ડેપો ખાતે આંગળીનો ઈલમ અજમાવનાર આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...