ધરપકડ:જામનગરની બેંકમાં સિનિયર સિટીઝનની નજર ચૂકવી 45 હજારની ઉઠાંતરી કરનાર મહિલા ઝબ્બે

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રણજીત રોડ પર બેન્ક ઓફ બરોડામાં બનેલી ઘટના: પોલીસ દ્વારા રૂ.44,500ની રોકડ પણ કબજે કરાઈ

જામનગરના રણજીત રોડ પર બેંક ઓફ બરોડાની શાખામાં એક વૃદ્ધ પોતાના તથા પત્નીના સંયુક્ત ખાતામાં નાણા ભરવા માટે આવ્યા હતા ત્યારે નજર ચુકવી કોઇ રૂ.45 હજારની રોકડની ઉઠાંતરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો હતો જેમાં સીટી બી પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને એક મહિલાને ચોરાઉ રકમ સાથે પકડી પાડી પુછપરછ હાથ ધરી છે.

શહેરના લીમડાલેન વિસ્તારમાં આવેલા પરમધામ નામના મકાનમાં રહેતા મહેન્દ્રભાઈ દુર્ગાશંકર પંડ્યા નામના વૃદ્ધ રણજીત રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં આવ્યા હતા. જ્યાં તેઓએ પોતાના તથા પત્નીના સંયુક્ત બેંક એકાઉન્ટમાં રૂ.90 હજાર જમા કરાવવાની કાર્યવાહી કરી હતી.

જે દરમિયાન તેઓે રૂ.45 હજાર જોઈન્ટ એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા અને તે પછી પોતાના પત્નીના પેન્શનની રકમ બેંકમાં જમા થઈ છે કે કેમ તે જોવા માટે બાજુમાં આવેલા મશીનમાં પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે મુકી હતી.

જે વેળાએ બાકી રૂ.45 હજાર થેલી નીચે રાખ્યા હતા તે રકમ કોઇ નજર ચુકવી ઉઠાવી ગયાનો બનાવ બહાર આવ્યો હતો. તેઓએ તરત જ બેંક સ્ટાફને જાણ કર્યા પછી પોલીસને વાકેફ કરતા સિટી-બી પોલીસની ટીમ દોડી ગઇ હતી અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે મહેન્દ્રભાઈની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કર સામે 45હજાર રોકડાની ચોરીનો ગુન્હો નોંધ્યો છે.

જેની ફરીયાદના આધારે પીઆઇ કે.જે. ભોયેના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં સીસીટીવી ફુટેજની મદદ વડે પોલીસે ઉઠાવગીરના સગડ મેળવ્યા હતા અને પોલીસે ઉઠાંતરી કરનાર મહિલા હલીમાબેન ઓસમાણભાઇ કટારીયા (ખાટકીવાડ, હુશેનચોક, જામનગર)ને ત્રણ દરવાજા પાસેથી પકડી પાડયા હતા જેના કબજામાંથી પોલીસે રૂ.44,500ની રોકડ પણ કબજે કરી હતી.પોલીસ પુછપરછમાં તેણે ઉકત ઉઠાંતરીની કબુલાત આપતા પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...