તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકચાર:એસ્ટા શાખામાંથી મહિલાની બદલી થઇ અને અધિકારીઓ વચ્ચે જામી પડી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમિશનરને વિભાગ સંભાળવાની ના પાડી દીધી: મહાનગરપાલિકામાં ભારે ચકચાર

જામનગર મહાનગરપાલિકામાં 9 કર્મચારીઓની બદલીઓથી અધિકારીઓમાં અંદરોઅંદર લાગી પડી છે. પગાર અને પેન્શન શાખામાં નોકરી કરતી મહિલાની બદલી બાદ નારાજ થયેલા અધિકારીએ ફાઈલો પર સહીઓ કરવાની તેમજ શાખા સંભાળવાની ના પાડી દેતા મહાનગરપાલિકામાં સારી એવી ચકચાર જાગી છે.બીજી બાજુ અન્ય અધિકારીઓએ પણ કર્મચારીઓની બદલી બાબતે નારાજગી વ્યકત કરી છે. જામ્યુકોમાં એક જ શાખામાં વર્ષોથી ચીટકી રહેતા કર્મચારીઓની કોઈ કમી નથી, પરંતુ જ્યારે આવા કર્મચારીઓની બદલીઓ થાય છે ત્યારે વિવાદ ઉભો થાય છે.

આવો જ એક વિવાદ હમણા ઉભો થયો જેમાં મહાનગરપાલિકાના 9 કર્મચારીઓની બદલીઓ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો. આ ઓર્ડરથી આમ તો કોઈ ઝાઝો ફેર ન પડ્યો, પરંતુ પગાર અને પેન્શન શાખા એટલે કે એસ્ટામાં નોકરી કરતા રાજેશ્રીબેન એસ. વારિયાની બદલીથી તેમના અધિકારી ચીફ એકાઉન્ટન્ટ અને પગાર, પેન્શનનો પોર્ટફોલિયો સંભાળતા જીજ્ઞેશ નિર્મલ ભારે નારાજ થઈ ગયા છે. જેના કારણે તેમણે પગાર અને પેન્શન વિભાગ જ સંભાળવાની ના પાડી દીધી છે અને ફાઈલોમાં સહીઓ કરવાની બંધ કરી દીધી. જેના કારણે મનપામાં ભારે હોબાળો મચી ગયો છે.

આધારભૂત સૂત્રો જણાવે છે કે, જીજ્ઞેશ દ્વારા મહિલા કર્મચારીને છૂટા પણ કરવામાં આવતા ન હતાં, પરંતુ અધિકારી દ્વારા લેખિતમાં ઓર્ડર થતાં છૂટા કરવા પડયા હતાં, જે બાબતે અધિકારીઓ વચ્ચે પણ સારી એવી બોલાચાલી અને ટસલ થઈ હતી જે મનપામાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે. કામમાં માહિર કર્મચારીઓની બદલીથી અન્ય શાખાના અધિકારીઓ પણ નારાજગ થયા છે.

અનુભવી કર્મચારીઓની બદલી યોગ્ય નથી, દરેક જણાને શીખાડવું સંભવ નથી
બદલી જે મહિલાની થઇ છે તે બાબતની મારી નારાજગી એટલી જ છેકે, 2 વર્ષમાં પગાર અને પેન્શન શાખા એટલેકે એસ્ટા બ્રાન્ચમાં આ પાંચમી બદલી છે, એસ્ટા બ્રાન્ચની કામગીરી અત્યંત જટિલ હોય છે, જેમાં પગાર બીલ, સર્વિસ બુક, એરીયર્સ વગેરેની કામગીરી કરવાની હોય છે, જે માટે તેમને લાંબો સમય શીખવું પડે છે, હવે જો આવી બદલી થાય અને નવા કર્મચારીને શીખાડવું પડે તે સંભવ નથી. > જિગ્નેશ નિર્મલ, ચીફ એકાઉન્ટન્ટ

અન્ય સમાચારો પણ છે...