તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જનજીવન પ્રભાવિત:જામનગરમાં બીજા દિવસે 30 કિ.મિ.ની ઝડપે પવન ફૂંકાયો

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • તાપમાનમાં આંશિક વધ ઘટ
  • બપોરે ભારે લૂ વર્ષાનો અહેસાસ કરતા શહેરીજનો

જામનગરમાં ઉનાળાના આરંભે તાપમાનમાં આંશિક વધ ઘટ વચ્ચે ગુરૂવારે બપોરે આકરા તાપ સાથે લૂ વર્ષાનો અહેસાસ નગરજનોએ કર્યો હતો.મહતમ તાપમાનનો પારો આંશિક ઘટી 35.1 ડિગ્રી પર સ્થિર થયો હતો.જોકે,ત્રીસ કિ.મિ.ની ઝડપે ફુંકાયેલા ભારે પવનના કારણે બપોરે રાહદારીઓ અને વાહનચાલકોએ લૂનો અનુભવ કર્યો હતો.

જામનગરમાં દિવસના તાપમાનમાં આંશિક વધ ઘટ યથાવત રહી છે.ગુરૂવારે મહતમ તાપમાનનો પારો આંશિક ઘટયો હતો જયારે લઘુતમ તાપમાન આંશિક ઉંચકાયુ હતુ.જોકે, પારામાં ઘટાડા વચ્ચે પણ બપોરે આકરા તાપનો મુકામ રહયો હતો. બીજી બાજુ સતત બીજા દિવસે ઝંઝાવાતી પવન ફુંકાયો હતો.10થી 30 કિ.મિ.ની ઝડપે પવનથી માર્ગો પર પસાર થતા વાહનચાલકોએ હાલાકીનો સામનો કર્યો હતો.

શહેરના જુદા જુદા માર્ગો પર પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોએ પણ બપોરના સુમારે અંગ દઝાડતી લૂ વર્ષાનો અનુભવ કર્યો હતો.જામનગરમાં ભેજનુ પ્રમાણ આંશિક ઘટીને 85 ટકા પર સ્થિર થયુ હતુ.જામનગર શહેર સહિત જિલ્લામાં ગરમીના પગરવ સાથે જનજીવન પણ પ્રભાવિત બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો