તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ઝાખર ગામની પરિણીતા 8 લાખની રોકડ અને દાગીના લઈ ગુમ થઈ

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીએ 10 હજારની રોકડ, જન્મ તારીખનો દાખલો, સર્ટી સાથે ઘર છોડ્યું

લાલપુરના ઝાખરમાં રહેતા વિજયસિંહ જોરુભા જાડેજા વાળાની પત્ની વિજ્યાબા ઉ.વ.35 તા.12-7ના રાત્રીના ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા દરમ્યાન ઘરેથી કોઇને કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હોવાની ગુમ નોંધ મેઘપર પોલીસ દફતરમાં નોંધાવી છે. રાત્રે ઘર છોડી ચાલી ગયેલ પત્ની ઘરમાંથી રૂા.8 લાખ તથા બૂટીયા તથા કાનની સરુ તથા પાટલા જે 3 તોલાના તેમજ પગના સાકરા ચાંદીના પણ સાથે લઈ ગઈ છે.

આ ઉપરાંત કોર્ટ કરેલ રજિસ્ટ્રર લગ્ન મેરેજના અસલ કાગળો તથા તેમના ડોક્યુમેંટ પણ સાથે લઈ ગઈ છે. કાલાવડના જશાપર ગામની જલ્પાબેન રામજીભાઇ રાઠોડ (ઉ.વ.20) નામની યુવતી ગત તા.8મી ના રોજ પોતાના ઘરેથી બપોરે ત્રણેક વાગ્યાના સુમારેથી કયાંક ચાલ્યા ગયા છે. આ યુવતી ઘરમાંથી રૂા.10 હજારની રોકડ, પોતાની સર્ટી તથા જન્મ તારીખનો દાખલો પણ સાથે લઇ ગઇ છે. બંને મહિલાઓ અંગે કોઈને સગડ મળે કે ધ્યાન આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જાણવામાં આવે તેવું જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...