રાજયભરમાં માવઠાની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે. ત્યારે જામનગર જિલ્લામાં 8 માર્ચ સુધી હવામાન ચોખ્ખું અને માવઠાનું પ્રમાણ નહીંવત રહેશે તેમ કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ આગાહી કરી છે. આ સમયગાળામાં મહતમ તાપમાન 35-36, લઘુતમ તાપમાન 18-20, પવનની ગતિ 11 થી 15 કીમી પ્રતિકલાક રહેશે. જો કે, શહેર-જિલ્લામાં શનિવારે મધરાત્રીના વીજળીના કડકા-ભડાકા સાથે વરસાદથી માર્ગો પર પાણીની રેલમછેલ જોવા મળી હતી. કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.
રાજયમાં 8 માર્ચ સુધી કમસોમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે. ત્યારે શનિવારે મધરાત્રીના વાતાવરણમાં અચાનક પલટો આવતા શહેર-જિલ્લામાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડયો હતો. આથી માર્ગો પર પાણીની રેલમછેલ થઇ ગઇ હતી.
બીજી બાજુ ગ્રામીણ કૃષિ મોસમ સેવા વિભાગના જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ ઉતર સૌરાષ્ટ્ર આબોહવાકીય વિસ્તારના જામનગર જિલ્લામાં આગામી સપ્તાહ એટલે કે 8 માર્ચ સુધી હવામાન મુખ્યત્વે ચોખ્ખું અને વરસાદનું પ્રમાણ નહીંવત રહેવાની આગાહી વ્યકત કરી છે.
આ સમયગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન 35 થી 36 અને લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન 18 થી 20 ડિગ્રી રહેવાની સંભાવના છે. આથી સપ્તાહ દરમ્યાન ઠંડીનું જોર રહેશે. ભેજનું પ્રમાણ સવારે 41 થી 48 ટકા તો બપોર પછી 18 થી 21 ટકા વચ્ચે રહેશે. પવનની દિશા પશ્ચિમ વાયવ્ય અને ઝડપ 11 થી 14 કીમી પ્રતિ કલાક રહેશે.
વરસાદની આગાહી, ખેડૂતોએ 2 દિવસ કાપણી અને પિયત અટકાવવું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.