માવઠાની અસર:જામનગરના વાતાવરણમાં પલટો આવ્યો, શહેરી વિસ્તારમાં વરસાદી છાંટા પડતા રસ્તાઓ ભીના થયા

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટીંગ યાર્ડમાં અગાઉથી જ ખુલ્લામાં રાખેલી જણસો સલામત સ્થળે ખસેડી લેવામાં આવી

જામનગર શહેર અને જિલ્લામાં આજે મોસમએ ફરીથી કરવટ બદલી છે, અને હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારોમાં માવઠાની કરાયેલી આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો. છે. આજે આકાશ વાદળો ના ગંજ ખડકાઇ ગયા હતા. ઉપરાંત વહેલી સવારે ભારે ઝાકળ ના વરસાદના કારણે ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ હતી.

જ્યારે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કમોસમી છાંટા શહેરી વિસ્તારોમાં પડ્યા હતા જેમાં શહેરના મુખ્ય રોડ ભીંજાઈ ગયા હતા અને ઠંડો પવન સમગ્ર વાતાવરણમાં પ્રસરી ગયો હતો.

સમગ્ર સૌરાષ્ટ્રભરમાં બે દિવસ દરમિયાન માવઠું થઈ શકે છે તેવી હવામાન ખાતાની આગાહી પછી આજે વહેલી સવારથી જ તેની અસર જોવા મળી હતી, અનેશહેર-જિલ્લામાં સૂર્યદેવતા દેખાયા ન હતા. આકાશમાં વાદળોના ગંજ ખડકાયેલા જોવા મળ્યા છે. સાથોસાથ ભેજનું પ્રમાણ વધી ગયું હોવાથી ધુમ્મસ અને ઝાકળ ભીની સવાર થઈ હતી, જેના કારણે માર્ગો ભીના થયા હતા.

હવામાન ખાતાની આગાહીના પગલે હાપા માર્કેટિંગ યાર્ડ સહિતના જામનગર જિલ્લાના તમામ યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલી જુદી જુદી જણસોને સલામત સ્થળે ખસેડી લેવાઇ હતી, જયારે ખેડૂતોને આ બે દિવસો દરમિયાન પોતાના તૈયાર પાકને સલામત સ્થળે રાખવા અથવા તો માર્કેટિંગ યાર્ડમાં નહીં લઈ આવવા અગાઉથી તંત્ર દ્વારા સૂચના આપવામા આવી હતી.

જુદા જુદા યાર્ડોમાં અમુક જણસોની આવક બંધ કરાઇ
ખંભાળીયા માર્કેટિંગ યાર્ડ તા. 6ના અનાજ વિભાગમાં તમામ નિયંત્રીત જણસની ઉતરાય બંધ રાખવામાં આવી છે તેમજ મગફળી ઉતરાઇ બંધ રાખવામાં આવી છે. હાપા યાર્ડમાં મગફળી-મરચાની આવક બંધ કરાઇ હતી.કાલાવડ સહિત યાર્ડમાં બીજી સુચના ન મળે ત્યાં સુધી માલ બંધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...