તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:ખાખરડામાં તળાવ બુરી નંખાતા ગ્રામજનોમાં આક્રોશ ભભૂક્યો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પવનચક્કી ઉભી કરવા અડધું પાનોર તળાવ બુરી નાખ્યું
  • શ્રાવણ માસના પહેલા દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર ઓફિસ બહાર ‘ૐ નમ: સિવાય’ની ધૂન બોલાવી આવેદનપત્ર આપ્યું

કલ્યાણપુરના ખાખરડા ગામમાં ભારે વાહનો પસાર કરવા રસ્તાઓની મરામત કરવા હજારો ટન માટી મોરમ રોયલ્ટી વગર, ખાણ ખનીજ વિભાગની મંજૂરી વગર જ ખનન કરી રસ્તાઓની મરામત કરી એટલું જ નહીં રસ્તાઓ કાઢવા જ્યાં તળાવ આવ્યા ત્યાં તળાવની પાળ તોડી નાખી તળાવમાં માટી મોરમ નાખી તળાવને નુકસાન કરી રસ્તાઓ કાઢ્યા, રાજાશાહી સમયનું પાનોર તળાવ હતું તેની વચ્ચોવચ 10 ફૂટ ઊંચો પાળો બાંધી તળાવના બે ભાગ કરી અર્ધું તળાવમાં માટી, મોરમ ભરી અર્ધું તળાવ બુરી નાખવામાં આવ્યું હોવા અંગે કિસાન કોંગ્રેસ દ્વારા 26મી જુલાઈએ લેખિત ફરિયાદ આપવામાં આવી હતી.

આમ છતાં, પ્રશાસન દ્વારા કોઈ પગલાં ન લેવાતા શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે કલેકટર કચેરીની સામે ૐ નમઃ શિવાયની ધૂન બોલાવી આવેદન પત્ર અપાયું હતું. પવનચક્કીઓ ઉભી કરવા માટે એક ખાનગી કંપની દ્વારા આ હોજ અને તળાવ બુરી દઈ તેને નુકસાન પહોંચાડવામાં આવ્યુ હોવાના આક્ષેપ કરાયો હતો.

રાજાશાહી સમયના તળાવ વચ્ચે પાળો
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે ખાનગી કંપની દ્વારા પવનચક્કીઓ ઉભી કરવા માટે નિયમોને નેવે મૂકી રાજાશાહી સમયનું પાનોર તળાવ અને પાણીનો હોજ(કૂવો) બુરી નાખ્યા છે. જેની સામે 26 જુલાઈએ કલેક્ટર, ખાણ ખનીજ અધિકારીને લેખિત ફરિયાદ કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી, કિસાન કોંગ્રેસ દ્વારા ફરીથી કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતુ એમ ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...