સમાજસેવા:જામનગરની વિકાસગૃહ સંસ્થાએ 6850 બાળા, યુવતી અને સ્ત્રીઓનું સમાજમાં પુન: સ્થાપન કરાવ્યું

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 65 વર્ષથી બાળ-મહિલા કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સંસ્થામાં 6423 બાળા, યુવતી, સ્ત્રીઓએ આશરો મેળવ્યો
  • સમાજ સેવાનો દીપક ઝળહળી રહ્યો છે...

જામનગરમાં છેલ્લાં 65 વર્ષથી બાળ અને મહિલા કલ્યાણ ક્ષેત્રે કાર્યરત કસ્તુરબા વિકાસગૃહમાં સંસ્થાની સ્થાપનાથી અત્યાર સુધીમાં માવતર સાથે વિવાદ, પતિ-પત્ની વચ્ચે કલેશ, છૂટાછેડા, નિરાધાર સહિતના સામાજિક પ્રશ્નોથી પીડાતી કુલ 6423 બાળાઓ, યુવતીઓ અને સ્ત્રીઓએ આશરો લીધો હતો. સંસ્થાની સ્થાપનાથી અત્યાર સુધીમાં એટલે કે 65 વર્ષમાં સામાજિક પ્રશ્ન ઉકેલાતા , સમાધાન થતાં, નોકરી મળવા સહિતના કારણથી કુલ 6850 બાળાઓ, યુવતીઓ અને સ્ત્રીઓનું સમાજમાં પુન: સ્થાપન થયું છે તેમ સંસ્થાના પ્રમુખ કરશનભાઇ ડાંગરે જણાવ્યું હતું.

શહેરમાં 65 વર્ષથી કાર્યરત કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંસ્થામાં સામાજિક પ્રશ્નો જેવા કે માવતર સાથે વિવાદ, પતિ-પત્ની વચ્ચે કલેશ, છૂટાછેડા, નિરાધાર, નૈતિક ભય, અસામાજિક તત્વો, ગેરકાયદેસર માતા જેવા સામાજિક પ્રશ્નોથી પીડાતી મહિલાઓ, બાળાઓને, યુવતીઓને આશરો આપવામાં આવે છે.

સંસ્થાની સ્થાપથી અત્યાર સુધીમાં કુલ 6423 મહિલા, બાળા, યુવતીને આશરો અપાયો છે. બાળાઓને નિ:શુલ્ક શિક્ષણ ઉપરાંત ઉદ્યોગ વિભાગમાં તાલીમ પણ અપાય છે. અંધશ્રદ્ધા તથા સામાજિક પ્રશ્નોનું નિરાકરણ લાવી સમાધાન અને લગ્ન કરાવી, નોકરી અપાવી 6850 મહિલાઓ, બાળાઓને, યુવતીઓનું સમાજમાં પુન સ્થાપન કરાવ્યું છે.

નિરાધાર યુવતીના યોગ્ય પાત્ર સાથે લગ્ન કરાવાય છે
સંસ્થામાં નિરાધાર યુવતીના લગ્ન માટે સંસ્થામાં અરજી આવતા તેની તપાસ કરવામાં આવે છે. તેનો રિપોર્ટ મહિલા અને બાળ વિકાસ અધિકારી વિભાગમાં કરવામાં આવે છે. તે રિપોર્ટ અનુસંધાને તેની તપાસ થાય છે, જો પાત્ર યોગ્ય લાગે તો યુવતીના લગ્ન તે પાત્ર સાથે કરવામાં આવે છે.

4 વર્ષમાં દત્તક આપેલા બાળકોની ફેક્ટ ફાઈલ

વર્ષ

બાળકોની સંખ્યા

201718:7
201819: 4
201920: 3
202021: 6
202122:1
અન્ય સમાચારો પણ છે...