તાપમાનમાં ઘટાડો:જામનગરમાં અસહ્ય બફારાથી લોકો પરસેવે રેબઝેબ થયા. તીવ્ર પવનથી સાંજ પછી ગરમીમાં રાહત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહતમ તાપમાનમાં 1.7 ડિગ્રીનો ઘટાડો

જામનગરમાં અસહ્ય બફારાથી લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતાં. 24 કલાકમાં મહતમ તાપમાનમાં 1.7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. શહેરમાં સોમવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકા રહેતા લોકો બફારના કારણે ભારે અકળાઇ ઉઠયા હતાં. અસહ્ય બફારાથી પરસેવે રેબઝેબ થઈ જતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતાં. છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન 1.7 ડિગ્રી ઘટી મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી નોંધાયું હતું.

જ્યારે 1 ડિગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન 28.7 ડિગ્રી નોંધાયું હતું. ​​​​​​​પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ 30 થી 35 કિમી રહેવા પામી હતી. મહતમ તાપમાન ઘટતા આકરા તાપમાં લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ બફારાના કારણે લોકો રીતસર કંટાળી ગયા હતાં. જો કે, પવનના કારણે બપોર બાદ લોકોએ ગરમી અને બફારામાં રાહતનો અનુભવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...