તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતરિક બદલી:ધ્રોલમાં વેપારીને માર મારનાર બંને પોલીસકર્મી અલગ-અલગ સ્થળે ફેંકાયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધ્રોલમાં વેપારીને માર મારનાર બંને પોલીસ કર્મચારીની તાકીદની અસરથી બદલી કરવામાં આવી છે. શહેર-જિલ્લાના કુલ 6 પોલીસ કર્મચારીની આંતરિક બદલી કરાઇ છે. જિલ્લા પોલીસ વડાના પગલાંથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

ધ્રોલમાં માસ્ક જેવી નજીવી બાબતે વેપારીને ઢોર માર મારવાના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતાં. વેપારીઓએ સ્વયંભુ સજજડ બંધ પાડી રોષ વ્યકત કર્યો હતો. જિલ્લાભરમાં ચકચાર જગાવનાર આ પ્રકરણમાં ધ્રોલ પોલીસમાં ફરજ બજાવતાં પોલીસ કર્મી મહિપતસિંહ અને નીલેશ ભીમાણી વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. સામે પક્ષે પોલીસે પણ વેપારી સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી. ે શહેર-જિલ્લાના 6 પોલીસ કર્મીની તાકીદની અસરથી આંતરિક બદલી કરી હતી. જેમાં ધ્રોલ પોલીસમાં ફરજ બજાવતા મહિપતસિંહ હરીસિંહ સોલંકીની જામજોઘપુર અને નીલેશ મનસુખ ભીમાણીની કાલાવડ ગ્રામ્ય પોલીસમાં બદલી કરવામાં આવી છે. જયારે બેડી મરીન પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ ધરમશીભાઇ ગોકળભાઇ ડાભીની જામજોઘપુર, પોલીસ કોન્સટેબલ જીતેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજાની કાલાવડ ગ્રામ્ય પોલીસ, જોડિયામાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ નીલેશ ગોવીંદભાઇ અઘેરાની જામનગર પોલીસ હેડકર્વાટર અને જામનગર એબસ્કોન્ડર સ્કવોડમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ નિર્મળસિંહ ભરતસિંહ જાડેજાની કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...